સનીને કરિયરમાં આગળ વધવા માટે મદદ કરી હોવા છતાં દગો કર્યો હોવાનો દાવો સની દૃેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે રાજનીતિમાં પણ સક્રિય છે. પીઢ અભિનેતા ધર્મેન્દ્રના બંને પુત્રો સની અને બોબી દૃેઓલ હંમેશા વિવાદૃોથી દૃૂર રહૃાા છે પરંતુ, બોલિવૂડ પ્રોડ્યુસર સુનિલ દર્શને સની પર ગંભીર આરોપ લગાવ્યો છે. સનીએ આપેલું કમિટમેન્ટ ન નિભાવવાની સાથે દગો કર્યો હોવાનું તેમનું કહેવું છે. એક ઈન્ટરવ્યૂમાં સુનિલે કહૃાું હતું કે, મારી ફિલ્મ ‘અજય વખતે મને સની દૃેઓલે ખૂબ જ પરેશાન કર્યો હતો. ફિલ્મના આખરી ભાગનું શૂટિંગ બાકી હતું ત્યારે જ તે વિદૃેશ જતો રહૃાો હતો. આખરે, ઘણાં સમય સુધી તેની રાહ જોયા બાદ, મેં ફિલ્મ પૂરી કર્યા વગર જ રિલીઝ કરી દૃીધી હતી અને સદનસીબે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારબાદ, સની ફરી એકવાર મારી પાસે આવ્યો હતો અને મેં તેના કરિયરને આગળ વધારવામાં મદદ કરી હતી છતાં પણ તે તેના કમિટમેન્ટથી ફરી ગયો હતો. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, હું સની અને બોબીની સાથે કરિશ્મા કપૂરને કાસ્ટ કરીને ફિલ્મ ‘લંડન બનાવી રહૃાો હતો. આ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ પૂરું થઈ ગયા બાદ, મેં સનીને ફિલ્મ પેટે રકમ ચૂકવી હતી અને ફિલ્મ શૂટ કરવાની તૈયારીઓ શરૂ કરી દૃીધી હતી. ફિલ્મ કરવા માટે હામી ભર્યા બાદ અને પૈસા લીધા બાદ પણ સનીએ આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું ન હતું અને મને મારા પૈસા પણ પાછા આપ્યા ન હતા. સાઈનિંગ અમાઉન્ટ રાખી લીધા બાદ, મને તેના ઈરાદા પ્રત્યે શંકા થઈ અને મેં આ ફિલ્મ પડતી મૂકી અને આખરે, અક્ષયને કાસ્ટ કરીને ફિલ્મ ‘જાનવર નું શૂટિંગ શરૂ કર્યું. મેં અનેક એક્ટર્સ સાથે કામ કર્યું છે પણ સની જેવું વર્તન મારી સાથે હજુ સુધી કોઈ એક્ટરે નથી કર્યું.