પ્રોપર્ટી સુખ માટે માતાની સેવા અને  આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે

તા.૭.૧૨.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ ચતુર્દશી, કૃત્તિકા  નક્ષત્ર, સિદ્ધ  યોગ,વિષ્ટિ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ)           : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

ગઈકાલે લખ્યા મુજબ જન્મકુંડળીમાં ગુરુનું સ્થાન નવમું ગણાય છે એ ભાગ્યસ્થાન પણ છે એમ કહી શકાય કે જો જીવનમાં ગુરુની કૃપા થાય તો ભાગ્ય આપોઆપ ખુલે આજ રીતે કુંડળીના કોઈ પણ સ્થાનને જાગૃત કરવું હોય તો તેને લગતા વ્યક્તિઓ કે બાબતોને જાગૃત કરવી જોઈએ જેમ કે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો પ્રથમ સ્થાન મહત્વનું છે કેમ કે આપણું વ્યક્તિત્વ ત્યાંથી જોવા માં આવે છે. આ સ્થાન પ્રપિતામહનું પણ છે અને કાળપુરુષની કુંડળી મુજબ મંગળનું સ્થાન છે માટે વ્યક્તિત્વ વિકાસ માટે પ્રપિતામહને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી અને જમીન સાથે જોડાઈ રહેવાથી એટલે કે નાના પાયે ગાર્ડનિંગ કરવાથી લાભ થાય  છે. એ જ રીતે ચોથું સ્થાન જમીન મકાન વાહન સુખનું છે અને માતાનું પણ છે માટે પ્રોપર્ટી અને જમીન મકાન વાહન સુખ માટે માતાની સેવા કરવી તેના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે આ જ  રીતે કોઈ પણ સ્થાનને જાગૃત કરવા માટે પ્રયોગ કરી શકાય જેમ કે ધન સ્થાન એ બીજું સ્થાન છે અને તે કુટુંબનું સ્થાન પણ છે માટે કુટુંબ વતી કોઈ જવાબદારીનું વહન કરવાથી ધનસ્થાન ખીલે છે એ જ રીતે આવક માટે અગિયારમું સ્થાન છે જ્યાં થી મોટા ભાઈ બહેન કાકા અને ફૈબા જોઈ શકાય છે આ બધા સંબંધોમાં મીઠાશ રાખવાથી અને ઘસારો ખમવાથી આવકના સ્તોત્ર ખુલે છે તે યાદ રાખવું જોઈએ. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે આ રીતે કોઈ પણ સ્થાન જાગૃત કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે.