પ્રોફેસરોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે

  • વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણી રોકવા સૌ.યુનિ.નો નિર્ણય
  • પ્રોફેસરોની ચેમ્બરમાં મૂકવામાં આવનાર સીસીટીવી કેમેરાનું મોનિટિંરગ જે-તે ભવનના વડા કરશે

    રાજકોટ,
    સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીનીઓ સાથે થતી જાતિય સતામણીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે. તેથી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ વિદ્યાર્થીનીઓની જાતિય સતામણીને રોકવા માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી લગાવવાનો મોટો નિર્ણય કર્યો છે.
    મળતી માહિતી મુજબ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને સુનિશ્ર્ચિત કરવા માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણય હેઠળ હવે અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેથી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને સુનિશ્ર્ચિત અને જાતિય સતામણીને રોકવામાં મદદ મળશે. માહિતી પ્રમાણે સીસીટીવી કેમેરાનું મોનિટિંરગ ભવનના વડા કરશે.
    વિદ્યાર્થીનીઓની પજવણીની ઘટનાઓ સતત સામે આવતા તંત્ર સામે કેટલાક સવાલ ઉભા થયા હતા. તેથી હવે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીસીટીવી કેમેરાનું મોનિટિંરગ ભવનના વડા કરશે જેથી નિષ્પક્ષ નિર્ણય અને કાર્યવાહી કરવામાં આવી શકે.