- અમરેલી જીલ્લાના લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલ
- સ્થાનિક કાયકરોએ પ્લેટફોર્મની ઉંચાઈ વધારવાનું કાર્ય ખુબ જ ધીમિ ગતિએ થતુ હોવાની રજૂઆત કરતા આ કામ સત્વરે પૂણ કરવા સાંસદશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી
અમરેલી,
અમરેલી જીલ્લાના લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોમની ઉચાઈ વધારવાનું કામ મંજુર થયા બાદ છેલ્લા ઘણા સમયથી આ કાય ખુબ જ ધીમી ગતિએ થતુ હોવા બાબતની લીલીયા તાલુકાના અને સ્થાનિક કાયકરોએ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ તાત્કાલીક રેલ્વેના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાતચીત કરી તેઓને આજ તા. 27 જુલાઈ, 2020ના રોજ લીલીયા રેલ્વે સ્ટેશન ખાતે સાઈટ નિરીક્ષણ અને બેઠક બોલાવેલ હતી.
આ સાઈટ નીરીક્ષણ દરમ્યાન સાંસદશ્રીએ ઉપસ્થિત રેલ્વેના અધિકારીઓને પ્લેટફોમની ઉચાઈ વધરાવાનું કામ સત્વરે પૂણ કરવા તાકીદ કરેલ હતી અને સાથે સાથે અન્ય રેલ્વે સંબંધિત પડતર પ્રશ્ર્નો અંગે પણ ચચાઓ કરેલ હતી. આ તકે, સાંસદશ્રી સાથે રેલ્વેના એન્જીનીયર શ્રી ડી.કે.મીના, સાવરકુંડલા ડીવીઝનલ શ્રી સાલૈયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, મહામંત્રી શ્રી ભીખાભાઈ ધોરાજીયા અને શ્રી હસમુખભાઈ હપાણી, જીલ્લા આઈ.ટી.સેલના સહકન્વીનર શ્રી જીતુભાઈ લાઠીયા, ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ વીંછીયા, શ્રી કાંતિભાઈ શીંગાળા, વિરોધ પક્ષના નેતા શ્રી ભરતભાઈ ઠુંમર, પૂવ પ્રમુખ શ્રી ચતુરભાઈ કાકડીયા, પૂવ મહામંત્રી શ્રી તુષારભાઈ ધોરાજીયા, શ્રી નીતિનભાઈ ત્રિવેદી, શ્રી વિજયભાઈ ગજેરા, યુવા મોરચા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ સાવજ, યુવા મોરચા પૂવ મહામંત્રી શ્રી આનંદભાઈ ધાનાણી, શ્રી સવજીભાઈ ભડકોલીયા, કેપ્ટન, શ્રડી ઈમરાનભાઈ પઠાણ અને શ્રી અશોકભાઈ વીરાણી સહીતના કાયકરો ઉપસ્થિત રહયા હતા.