પ.અમદાવાદના ઇસ્કોન પ્લેટીનમમાં કોરોના વિસ્ફોટ, ૧૧૫૦ લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

અમદાવાદ,
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કોરોના વિસ્ફોટ બાદ હવે ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં કોરોનાનો ૭૮ પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. જો કે, એક જ સોસાયટીમાં ૭૮ કોરોના પોઝિટિવ કેસ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના ૩૦૪ મકાનના કુલ ૧૧૫૦ લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુક્યા છે.
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રણમ વધી રહૃાું છે. શહેરમાં કોરોનાની શરૂઆત પૂર્વ અમદૃાવાદૃથી થઈ હતી ત્યારે આજે પશ્ર્ચિમ અમદાવાદમાં મહત્તમ કેસો સામે આવી રહૃાાં છે. ઉત્તર પશ્ર્ચિમ ઝોનમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ સોસાયટીના ૩૦૪ મકાનો એટલે કે ૧૧૫૦ લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઇસ્કોન પ્લેટીનામાં છ બ્લોકથી લઇને જી બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે.
ત્યારે આ સોસાયટીમાં માત્ર ન્ બ્લોક જ એક એવો બ્લોક છે જેમાં કોઈ કોરોના કેસ નોંધાયો નથી બાકીના તમામ લેટમાં નાના અથવા મોટા કેસ નોંધાયા છે. જેના કારણે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાવમાં આવ્યો છે. જો કે, આ એપાર્ટમેન્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ દૃરમિયાન પણ કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.