ફટાકડા ફોડવા સંદર્ભે સરકારે કોઈ નિર્ણય ના કર્યો, કહૃાું- ‘ટૂંક સમયમાં યોગ્ય જવાબ રજૂ કરીશું

કોરોના કહેરમાં દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા ઉપર રાજસ્થાન અને ઓડિશાએ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ દેશના કેટલાક રાજ્યોને હવામાં પ્રદૂષણ સંદર્ભે નોટીસો પાઠવી છે. અહીં, ગુજરાતમાં હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ દિવાળી ગુજરાતી નૂતન વર્ષારંભે ફટાકડાના વેચાણ અને ઉપયોગને લઈને શુક્રવારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે બેઠક બોલાવી હતી. આબેઠક પૂર્ણ થઈ ગઈ છે. ફટાકડા ફોડવા સંદર્ભે ગુજરાત સરકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

તેઓએ જણાવ્યું છે કે, ૯ તારીખે એનજીટીમાં સુનાવણી સમયે જવાબ રજૂ કરાશે. સૂત્રો પાસેથી જાણવા મળી રહૃાં છે કે ફટાકડા પર સંપૂર્ણ નિયંત્રણની હાલ કોઈ વિચારણાં નથી. સ્વૈચ્છીક નિયંત્રણ માટે સરકાર અપીલ કરી શકે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ સંજીવકુમારનો સંપર્ક કરતા તેમણે કહૃાું કે, એનજીટીએ ગુજરાતને નોટિસ આપ્યાનું ધ્યાને નથી પરંતુ, ૯મી નવેમ્બરે તેનું હિયરીંગ છે તે શું આવે છે તેને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવશે. આ તરફ ગૃહ વિભાગનો સંપર્ક કરતા ટોચના અધિકારીએ કહૃાું કે,

ગુજરાતમાં હાલમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ નથી. ઉત્પાદન-વેચાણ સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન માટે લાઈસન્સ અનિવાર્ય છે. કોવિડ ૧૯ની મહામારીમાં ધુમાડો ફેફસાને અસરકર્તા હોઈ શકે છે તેવા તબીબી અહેવાલો તેમજ દ્ગય્માં ચાલી રહેલી સુનાવણીની પ્રક્રિયા અને રાજસ્તાન-ઓડિશામાં પ્રતિબંધ એમ તમામ વિગતો ઉપર ચર્ચા કરવા આવતીકાલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષામાં એક બેઠક યોજનાર છે.