ફતેપુરમાં આજે ભોજલરામ પ્રાગટય દિનની સાદગી પૂર્વક ઉજવણી કરાશે

અમરેલી, ઓણ સાલ કોરોનાની વૈશ્ર્વીક મહામારીને કારણે લોકડાઉન જાહેર થતાં ફતેપુરમાં ભોજલરામ પ્રાગટય મહોત્સવની સાદગીસભર ઉજવણી કરાશે જેમાં સૌ ધર્મપ્રેમીઓ પોત પોતાના ઘરે રહી ભોજલરામ બાપાને દિવો આરતી કરી વૈશ્ર્વીક શાંતીની પ્રાર્થના કરશે સદગુરૂદેવ પુ. ભોજલરામ બાપાનો પ્રાટગય મહોત્સવ દર વર્ષે ફતેપુર ગામે લાખો ભક્ત જનોની ઉપસ્થિતિમાં ઉજવાય છે જેમાં ભોજન પ્રસાદ, સંતવાણી ધર્મસભા સહિત અનેક કાર્યક્રમો યોજાય છે આ વર્ષે ગુજરાતનો સૌથી વિશાળ કૃષિમેળો યોજવા પણ જાહેરાત કરેલી પરંતુ દેશ ઉપર કોરોના સંકટના કારણે ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે ભોજલરામ પ્રાગટય મહોત્સવ અને કૃષિ મેળાનું આયોજન બંધ રાખવા નિર્ણય કર્યો છે.
ભોજા ભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.7-5-20 ના રોજ નક્કી થયા મુજબ સૌ પોત પોતાના ઘરે રહી સાદગીસભર ઉજવણી કરશે અને ભોજલરામ બાપાને દિવો આરતી કરી વિશ્ર્વ શાંતીની પ્રાર્થના કરશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે.