ફફડાટ : અમરેલી શહેરમાં દિપડાનું નાઇટ પેટ્રોલીંગ :સીસીટીવીમાં થયો કેદ

  • દિપડો ગાંધીબાગ, ગર્લ્સ સ્કુલ, જુની જેલ થઇ ને ઠેબી ડેમ તરફ ગયો હોવાના સગડ મળ્યા
  • પોલીસે લીલીયા વાઇલ્ડ લાઇફ વન વિભાગને જાણ કરતા રાત્રીના આવીને દિપડાના ફુટ માર્કની તલાસી કરી

અમરેલી, અમરેલી શહેરમાં રાત્રીના દોઢ થી બે વચ્ચે ગાંધીબાગ પાસે હરિરામબાપા ચોકમાં બહુમાળી ભવન નજીક પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી ફુટેજમાં દિપડો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ગર્લ્સ સ્કુલ કેમ્પસમાં દિપડો કુદીને ગયો હતો ત્યાં થી ગાંધીબાગ થઇ સ્વામી નારાયણ મંદિર કપાઉન્ડ કુદીને ગયોે જયાં વન વિભાગને દિપડાના સગડ મળેલ. અને છેલ્લે જુની જેલ થઇ ને ઠેબી ડેમ તરફ ગયો હોવાના સગડ મળ્યા હતા.પોલીસે લીલીયા લાઇફ વન વિભાગને જાણ કરતા રાત્રીના આવીને દિપડાના ફુટ માર્કની તલાસી કરી હતી. અને સ્ક્રેનીંગ દરમિયાન આ દિપડો ઠેબી ડેમ વિસ્તાર તરફ ગયો હોવાનું જણાવ્યુ હતું.