ફરજીયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લાને સ્વતંત્ર યુર્નિવસીટી આપવા માંગ

સાવરકુંડલા ,

અમરેલી જિલ્લાની આસપાસ આવેલા ગીર સોમનાથ રાજકોટ ભાવનગર જૂનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં યુનિવર્સિટીઓ આવેલી છે ત્યારે અમરેલી જિલ્લોયુનિવર્સિટીની સુવિધાથી વંચિત છે સ્વતંત્ર યુનિવર્સિટીના અનેક ફાયદાઓ થતા હોય છે જે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને કોલેજ પછીના અભ્યાસમાં અનેક પ્રકારે મુશ્કેલી પડે છે રાજકોટ ભાવનગર કે જુનાગઢ જવું પડે છે ત્યારે આ મુશ્કેલી વિદ્યાર્થીઓની સમજીને સાવરકુંડલા એનએસયુઆઈના વિદ્યાર્થીઓ એ અમરેલી જિલ્લાને સ્વતંત્ર યુનિવર્સિટી મળે એ માંગ સાથે સહી ઝુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશનો પ્રારંભ સાવરકુંડલા કાણકીયા કોલેજના વિદ્યાર્થીઓને સમજાવીને કરવામાં આવ્યો છે દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓને સ્વતંત્ર યુનિવર્સિટી નું મહત્વ સમજાવ્યું અને આ મહત્વ સમજાતા સાવરકુંડલા કોલેજના 1000 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વતંત્ર યુનિવર્સિટી ની માંગને સમર્થન આપી મુખ્યમંત્રી શ્રી ઉપર પોસ્ટકાર્ડ ઝુંબેશ અને સહી ઝુંબેશ ના આંદોલન દ્વારા વિદ્યાર્થીઓની માંગ અને તેમનો અવાજ એન એસ યુ આઈ ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને પહોંચાડશે માંગણી યોગ્ય છે અને હવે સમય પણ પાકી ગયો છે એટલે આ માંગ ઉપર ગંભીર પણે વિચારવા સરકાર પણ ગંભીરતા લેશે યુનિવર્સિટી ની માંગ અને સહી ઝુંબેશ તેમજ પોસ્ટકાર્ડ ઝુંબેશ ના આંદોલનનો પ્રારંભ સાવરકુંડલા કાણકીયા કોલેજથી શરૂ કરવામાં આવ્યો છે જે અમરેલી જિલ્લાની તમામ કોલેજોની અંદર આ પ્રકારે સહી ઝુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા યુનિવર્સિટી ની માંગ કરવા માટે એનએસયુ આઈ ઉપપ્રમુખ ગુજરાત ના કેતનભાઇ ખુમાણની આગેવાની મા ખાસ જહેમત ઉઠાવી અને માંગને પ્રબળ બનાવી છે.