ફરી એકવાર પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર રાગ આલાપ્યો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ શુક્રવારના રોજ કાશ્મીર પર એકજૂથતા દિવસ મનાવ્યો અને ભારત પર આરોપ લગાવ્યો કે ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહૃાું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને કહૃાું કે પાકિસ્તાન ઉપમહાદ્વીપમાં હંમેશાથી જ શાંતિ માટે ઉભું રહૃાું છે પરંતુ તેના માટે માહોલ બનાવાની જવાબદારી ભારતની છે. તેમણે કહૃાું કે જો ભારત સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવોના મતે કાશ્મીર મુદ્દાના ન્યાયપૂર્ણ સમાધાન માટે ગંભીરતા દેખાડીએ તો આપણે શાંતિ માટે બે કદમ આગળ વધવા તૈયાર છીએ.

ઇમરાન ખાને કહૃાું કે પ્રદેશની સ્થિરતા માટે પાકિસ્તાનની શાંતિની ઇચ્છાને નબળી માનવી જોઈએ નહીં. તેમણે દાવો કર્યો હતો કે એક દેશ તરીકેની અમારી તાકાત અને આત્મવિશ્ર્વાસ છે કે અમે બે પગલાં આગળ વધવા તૈયાર છે જેથી કરીને કાશ્મીરી લોકોની કાનૂની આકાંક્ષાઓ પૂરી કરી શકાય. અગાઉ પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહૃાું હતું કે સંબંધોને સામાન્ય બનાવવાની અને અર્થપૂર્ણ વાતચીતનું વાતાવરણ બનાવવાની ભારતની જવાબદારી છે.

  • બધી દિશામાં શાંતિનો હાથ વધારવાનો સમય: બાજવા

ઇમરાન ખાનનું નિવેદન આર્મી ચીફ જનરલ બાજવાના નિવેદન પછી આવ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવાએ મંગળવારે કહૃાું હતું કે પાકિસ્તાન અને ભારતે કાશ્મીર મુદ્દાને ‘ગરિમાપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. તેમણે કહૃાું કે પાકિસ્તાન અને ભારતે જમ્મુ-કાશ્મીરના લોકોની આકાંક્ષાઓને અનુલક્ષીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગૌરવપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.”

જનરલ બાજવાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે જેણે પ્રાદેશિક અને વૈશ્ર્વિક શાંતિ માટે મહાન બલિદાન આપ્યું છે. પાકિસ્તાન આર્મી ચીફે કહૃાું કે, અમે પરસ્પર સમ્માન અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના આદર્શને અનુસરવા માટે પ્રતિબદ્ધ છીએ. હવે બધી દિશામાં શાંતિનો હાથ લંબાવાનો સમય છે. જો કે તેમણે એમ પણ કહૃાું હતું કે શાંતિની ઇચ્છાને નબળાઇ ન માનવી જોઈએ. પાકિસ્તાનના સૈન્યમાં કોઈપણ ખતરાને ખત્મ કરવાની ક્ષમતા છે અને અમે તૈયાર છીએ.