અમરેલી,
સાવરકુંડલાનાં મિતિયાળામાં છેલ્લા દોઢ મહિનાથી ભુકંપે મિતિયાળાને જ ટાર્ગેટ બનાવ્યો હોય તેમ અવાર નવાર ધરતી કંપનાં આંચકાનાં પગલે ગાંધીનગરથી ટીમ પણ આવ્યાં બાદ ફરીથી આજે એક જ દિવસમાં માત્ર 40 મિનીટનાં અંતરે ઉપરા ઉપરી બે આંચકા આવ્યાં હતાં જેમાં સવારે 10:40 કલાકે આંચકો આવ્યાં બાદ બીજો આંચકો 11:18 મિનીટે આવ્યો હતો અને થોડી ક્ષણો પુરતી ધણધણાટી શરૂ થતા આખુ મિતીયાળા હલબલી ઉઠ્યું હતું.
નજીકમાં આવેલા વાંકિયા ગામે પણ ભુકંપનાં આંચકાની હળવી અસર થઇ હતી. આજે વાંકીયા ગામે પણ ભયની લાગણી વ્યાપી ગઇ હતી. ધરતી કંપનાં સતત આંચકાઓથી અહીંના લોકોમાં પણ ઘેરી ચિંતા વ્યાપી છે.