ફલેટની સ્કીમ આગળ ન વધતાં બિલ્ડરને એક લાખનો દંડ

વડોદરાના ડવડેક પ્રોજેક્ટના બિલ્ડરને હાઇકોર્ટે એક લાખનો દંડ કર્યો છે. આ પ્રોજેક્ટના લેટધારકનો પૈસા પરત ચૂકવવાના રેરા(રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી)ના આદૃેશનું પાલન ન થતાં લેટધારક અને બિલ્ડર બન્ને એ પિટિશન કરી હતી. જો કે બિલ્ડરે તેના પ્રોજેક્ટ અંગેના અન્ય કેસોની માહિતી છૂપાવતા હાઇકોર્ટે એક લાખનો દંડ કર્યો હતો.
લેટધારકે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી કે તેણે વડોદરામાં આજવા રોડ પર આવેલા ડવડેકમાં રૂપિયા ૨૮ લાખ આપી લેટ બુક કરાવ્યો હતો. બિલ્ડરે બાંધકામ આગળ ન વધારતા તેણે રેરામાં અરજી કરી હતી અને રેરાએ આદૃેશ કર્યો હતો કે બિલ્ડરની મિલકતની હરાજી કરી લેટધારકને પૈસા ચૂકવવામાં આવે.
રેરાના આદૃેશ સામે બિલ્ડર અને લેટધારક બન્નેએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટના ધ્યાને આવ્યું હતું કે બિલ્ડરે આ પ્રોજેક્ટ અંગેના કેસોની હકીકતો છૂપાવી છે, જેથી આ લેટ રેરા વેચી લેટધારકને વળતર ન આપી શકે. હાઇકોર્ટે આ વલણની ટીકા કરી બિલ્ડરને એક લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદૃેશ કર્યો છે.