ફાયરીંગમાં પાસાની કાર્યવાહીનો આદેશ કરતા શ્રી હિમકરસિંહ

અમરેલી,

અમરેલી જિલ્લામાં કાયદો તોડતા પહેલા વિચાર કરજો કારણ કે અમરેલીના એસપીશ્રી હિમકરસિંહનો અનોખી પધ્ધતી સામે આવી છે તે “પહેેલે બાત ફીર લાત’વાળી પધ્ધતી અપનાવી રહયા હોય તેમ લાગી રહયું છે કારણ કે જાણવા મળતી માહીતી અનુસાર લીલીયાના ફાયરીંગના બનાવમાં આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો આદેશ શ્રી હિમકરસિંહ દ્વારા કરાયો હોવાનું જાણવા મળેલ છે.અમરેલી જિલ્લામાં મજબુરીમાં કે કોઇ સંજોગને વશ થઇને દારૂનો વેપાર કરનાર મહીલાઓને પુર્નવસન માટે મદદ કરનાર પોલીસ દરેક તરફ સૌમ્યતા દાખવશે તેમ નહી માનતા જે કાયદાને નથી માનતા તેને કાયદાની ગંભીરતા દેખાડવા માટે પોલીસ તૈયાર છે તેમાય દાદાગીરી કરનારા ફુટી નીકળેલા લુખ્ખાઓને હરગીજ છોડશે નહી અસામાજીકો જે ભાષા સમજે તે ભાષામાં વાત કરવા માટે પણ પોલીસ તંત્ર સજજ છે તેમ એક વાતચીતમાં એસપીશ્રી શ્રી હિમકરસિંહએ જણાવ્યું