ફિલિપાઇન્સમાં ભયાનક “ગોની” વાવાઝોડું, ૧૦ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડાયા

પૂર્વી ફિલિપાઈન્સમાં રવિવારે વહેલી સવારે ભયંકર વાવાઝોડું આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આશરે ૧૦ લાખ લોકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ માહિતી આપતા સરકારી ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીના વડા, રિકાર્ડો જલાડે જણાવ્યું કે, ઘણા લોકો એવા છે કે જે તોફાનના માર્ગમાં આવતા ખતરનાક વિસ્તારોમાં છે. આવી સ્થિતિમાં મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે.

જણાવી દઈએ કે ’ગોની’ નામનું વાવાઝોડું સવારે કટનડુઆનિસ પ્રાંતના દરિયાકાંઠે આવ્યો છે. જેની રફતાર પ્રતિ કલાક ૨૨૫ કિ.મી. હતી.આ વાવાઝોડુ હવે મનીલા તરફ આગળ વધી રહૃાું છે. તે જે વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં એક અઠવાડિયા અગાઉ તોફાનના કારણે ઘણું નુકસાન થયું હતું. ત્યારે વાવાઝોડાને કારણે લગભગ ૨૨ લોકોના મોત નીપજ્યાં હતાં.