ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતાએ તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી તેના ચાહકો જે રીતે અંકિતા લોખંડેને ઘેરી રહૃાાં છે તે પણ ચર્ચામાં છે. બોલિવૂડની આ ઝગમગાટભરી દુનિયાની પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલા છે, સુશાંતના નિધનથી બોલીવુડ પર અનેક સવાલો ઉભા થઈ રહૃાા છે. બોલિવૂડમાં ઘણીવાર અભિનેત્રી સમક્ષ કામના બદલે ગંદી માંગ મુકવામાં આવે છે. હવે અંકિતા લોખંડે કાસ્ટિંગ કાઉચ પર ખુલીને બોલી છે.

સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડે ખુલીને સામે આવી હતી. હવે અભિનેત્રીએ આવી જ કેટલીક ઘટના વિશે ખુલાસો કરતાં દરેકને ચોંકાવી દીધા છે.

નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરનારી અંકિતા લોખંડેના ઘટસ્ફોટથી સનસનાટી મચી ગઈ છે. અંકિતાના કહેવા પ્રમાણે, કોઈ ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતા તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં, જ્યારે તે ફિલ્મોમાં પહોંચી ત્યારે પીઢ અભિનેતાનો ઇરાદૃો અને તેની સ્પર્શ કરવાની રીત યોગ્ય નહોતી લાગતી.

અંકિતાએ કહૃાું, જ્યારે મને સાઉથની ફિલ્મો માટે બોલાવવામાં આવી હતી, તે સમયે મારી ઉંમર ૧૯ થી ૨૦ વર્ષની હતી અને રૂમમાં એક માણસ હતો. તે વ્યક્તિએ મને કહૃાું કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. આના પર મે તેમને કહૃાું, મને કહો, મારે કેવુ કોમ્પ્રોમાઇઝ કરવુ પડશે? શું મારે ડિનર પાર્ટીમાં જવાનું છે? ફિલ્મના નિર્માતાઓ શું ઇચ્છે છે? તો જવાબ હતો કે તમારે તેની સાથે સૂવુ પડશે.

અભિનેત્રીએ કહૃાું, આ પછી જ્યારે હું ટીવી પર કામ કરવા પાછી આવી ત્યારે મારે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. તે સમયે, એક મોટા અભિનેતાએ ખોટી રીતે મારી સાથે હાથ મિલાવ્યો હતો, જેનાથી હું અસહજ થઈ ગઇ હતી. હું તે અભિનેતાનું નામ લેવાં નથી માંગતી.