ફિલ્મમેકર અભિષેક કપૂરે સુશાંતને યાદ કરતા લખ્યું-મેં તેને વારંવાર મરતા જોયો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારથી બોલિવૂડ સેલેબ્સ સ્તબ્ધ થઇ ગયા હતા. અભિષેક કપૂરે કાઇપો છે ફિલ્મની યાદ શેર કરતા ફિલ્મ શૂટિંગનો વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, મેં તેને વારંવાર મરતા જોયો અને પછી ગત વર્ષ ૧૪ જૂને તેમના હકિકતમાં મોતના સમાચાર મળ્યાં તો હું સ્તબ્ધ થઇ ગયો. તેમણે કાઇપો છે ફિલ્મના શૂટનો વીડિયો શેર કરતા લખ્યું કે,  ફિલ્મનો સફર ખૂબ ઇમોશનલ રહૃાો.

ફિલ્મ મેકર અભિષેક કપૂરે લખ્યું કે, ‘જ્યારે અમે આ કહાણી લખતા હતા તો ખૂબ જ ચાર્જ હતા.મને યાદ છે હું રડી પડ્યો હતો જ્રયારે મે તેનો કલાઇમેકસ લખ્યો હતો. હું રડ્યો હતો જ્યારે મે શૂટ કર્યું હતું. ત્યારે પણ રડ્યો હતો જ્યારે ફિલ્મ એડિટ કરી હતી.  હું સૌથી વધુ ત્યારે રડ્યો હતો જ્યારે મેં તેમને બ્રકગ્રાઉન્ડ સ્કોર સાથે જોઇ. મેં ઇશાન (સુશાંત રાજપૂત)ને અનેક વખત મરતા જોયો હતો અને પછી કેદૃારમાં પણ,…. આ જ કારણ હતું જ્યારે ૧૪ જૂને મને દુ:ખદ સમાચાર મળ્યાં તો હું ઊંડા આઘાતમાં સરી ગયો.