ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કંગના ભડકી, કહૃાું- એક્ટર-એક્ટ્રેસ આતંકીઓથી ઓછા નથી

જેએનયુ વિદ્યાર્થીસંઘના પૂર્વ નેતા ઉમર ખાલિદના બહાને કંગનાએ બોલિવૂડ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટર-એક્ટ્રેસની તુલના આતંકવાદી સાથે કરી છે. હાલમાં જ દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું.

કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહૃાું હતું, બુલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વધુ એક ફાંડો ફૂટી ગયો. જેએનયુના વિદ્યાર્થીઓ તથા શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શનનું સમર્થન કરનાર લોકોએ તોફાનો ભડકાવવામાં મદદ કરી છે. આ કથિત એક્ટ્રેસ, એક્ટ્રેસિસ આતંકીઓથી ઓછા નથી. ભારત જાગે અને જુએ.

કંગનાએ અન્ય એક પોસ્ટમાં કહૃાું હતું, ’હવે આ વાત સાબિત થઈ ગઈ કે જેએનયુના વિદ્યાર્થીઓએ ખોટી રીતે માહિતી ફેલાવી હતી અને સીએએ અંગે ખોટું બોલ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમણે નફરત, ખોટું તથા આતંકવાદ ફેલાવવામાં હિસ્સો લીધો. તો શું આ ફિલ્મી જોકર આ દેશની માફી માગશે. જોકે, દિલ્હીના તોફાનોમાં જાન ગુમાવનારાઓની ભરપાઈ કોણ કરશે?