ફિલ્મ ‘ખાલી પીલીનું ટીઝર થયું લોન્ચ, લાઈક્સ કરતા વધારે મળી ડિસ્લાઈક

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ખાલી પીલીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ટીઝરની શરૂઆત એક પોલીસવાળાની જાહેરાત સાથે થાય છે. જે વોકી ટોકી પર જણાવી રહૃાો છે કે એક છોકરી અને એક છોકરી ટેક્સીમાં ભાગી ગયા છે. જેના પછી ટપોરી અંદાજમાં ઈશાન ખટ્ટરની એન્ટ્રી થાય છે. જેના પછી ટીઝરમાં અનન્યા પાંડેની પણ એન્ટ્રી થાયા છે. બંને ક્રાઈમ કરીને પછી પોલીસવાળાથી બચીને ભાગી રહૃાા છે. ટ્રેલરમાં એક ડાયલોગ પણ જોવા મળ્યો છે.
જેમાં ક્રિકેટર્સ સચિન તેંદૃુલકર, વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ ડ્રવિડની સાથે જોડાયેલી મસ્તી મજાકની લાઈનો સામેલ છે. આલિયા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ સડક-૨ના જેમ જ આ ફિલ્મને પણ દર્શકો નેપોટિઝમના પગલે ડિસ્લાઈક કરી રહૃાા છે. યૂટ્યૂબ ઉપર આ ફિલ્મના ટિઝરની ડિસ્લાઈક લાઈક્સ કરતા વધારે છે.
આ ફિલ્મને મકબૂલ ખાને ડિરેક્ટ કરી છે. જલદીથી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ઈશાન આ પહેલા ફિલ્મ ધડક અને ઈરાનના ડાયરેક્ટર માજિદ મજીદીની સાથે ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સમાં કામ કરી ચૂક્યો છે. જ્યારે અનન્યા પાંડેની પણ આ પહેલા બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. જેમાં સ્ટૂડેંટટ ઓફ ધ ઈયર-૨ અને પતિ, પત્ની ઓર વો જેવી ફિલ્મ સામેલ છે.