ફિલ્મ ગણપતમાં પિતાના મૃત્યુનો બદલો લેતો નજરે પડશે ટાઇગર શ્રોફ

  • અમિતાભ- રશ્મિકા ડેડલીમાં બાપ-દિકરીનો રોલ કરશે

 

હાલમાં જ વધુ એક સિંગલ ’કેસેનોવા’ રિલીઝ કરનારા ટાઇગર શ્રોફ હવે ફિલ્મોના શૂટ માટે તૈયાર છે. ફેબ્રુઆરીથી તે વિકાસ બહલની ફિલ્મ ’ગણપત’ શરૂ કરી રહૃાો છે. અહીંયા પણ તે એક્શન અવતારમાં દેખાશે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ’અહીંયા તેનો રોલ તેના ફાઇટમાસ્ટર પિતાના મૃત્યુનો બદલો લેતો દેખાશે. ફાઇટમાસ્ટરને તેમના જ લોકો વિશ્ર્વાસમાં લઈને મારી નાખે છે. બદલો લેવા માટે ટાઇગરનો રોલ દુશમનોને ખતમ કરે છે. વિકાસ બહલ આમાં ટિપિકલ એક્શનનો ટોન રાખી રહૃાા છે.’

ફિલ્મમાં ટાઇગર શ્રોફના એક્શનને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. તેની ઓપોઝિટ હિરોઈનના રોલ માટે નવા ફેસની શોધ થઇ રહી છે. ટાઈગરે ચાર દિવસ પહેલાં આ બાબતે ટ્રાયલ અને મીટિંગ શરૂ કરી દીધી છે. આશા છે કે ફેબ્રુઆરીમાં તે આનું શૂટિંગ શરૂ કરી દેશે. પછી માર્ચમાં અમુક ભાગનું શૂટિંગ કરવામાં આવશે. ટાઇગર વાળી ફિલ્મની સ્ટોરી બોલિવૂડના એક ફાઈટમાસ્ટરની જર્નીથી પ્રેરિત ગણાવવામાં આવી રહી છે. જોકે, તે ફાઈટમાસ્ટર કોણ છે તે સિક્રેટ રાખવામાં આવ્યું છે.

૨૨ માર્ચથી વિકાસ બહલ અમિતાભ બચ્ચન સાથે ’ડેડલી’નું શૂટ કરેશે. તેમાં રશ્મિકા મંદાના પણ છે. અહીંયા વિકાસ એક્શનને બદલે ઈમોશન પર ફોકસ કરી રહૃાા છે. સૂત્રોએ કહૃાું, ’અહીંયા અમિતાભ અને રશ્મિકા બાપ દીકરીના રોલમાં હશે. આને ’પીકુ’થી એકદમ અલગ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આ બધા સિવાય વિકાસે હાલમાં જ એક વેબ શોનું શૂટિંગ પણ પૂરું કર્યું છે.