ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દૃુસ્તાનને લઈને આમિર ખાનને ફટકારવામાં આવી નોટિસ

બોલિવૂડ અભિનેતા આમિર ખાને વર્ષ ૨૦૧૮ માં દિવાળી નિમિત્તે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દૃુસ્તાન રીલીઝ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખ આમિર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. આમિરે આ ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર લોપ સાબિત થઈ હતી. મોટા બજેટની આ ફિલ્મ તેની આવકમાંથી પણ ખર્ચ કાઢી શકી નથી.

હવે આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાતી જોવા મળી રહી છે. તેમાં ખાસ જાતિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જૌનપુરમાં ઠગ્સ ઓફ હિન્દૃુસ્તાન ફિલ્મ પર કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મમાં ફિરંગી અને ઠગ જેવા શબ્દૃોથી મલ્લાહ જાતીનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ કેસમાં આમિર ખાન, આદિત્ય ચોપરા સહિત ૪ લોકો સામે નોટિસ ફટકારવામાં આવી છે.

આ મામલે આગામી સુનાવણી ૮ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે આમિર ખાનની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આમિર ખાનની આ મોટા બજેટની ફિલ્મ ઘણી ખાસ હતી. આ ફિલ્મમાં પહેલીવાર આમિર ખાન અને અમિતાભ બચ્ચને સાથે કામ કર્યું હતું. એવું લાગે છે કે આ જોડ લોકોને પસંદ આવી નહીં અને મોટા પડદા પર પોતાની છાપ છોડી શકી નહીં.