ફિલ્મ ‘રાધેશ્યામનું પોસ્ટર રિલીઝ, પ્રભાસ અને પૂજા હેગડે રોમેન્ટિંક અંદાજમાં નજરે પડ્યા

પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘રાધેશ્યામ નું નવું રોમેન્ટિક પોસ્ટર રિલીઝ થયું છે. મહા શિવરાત્રીના શુભ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓએ શિવ-પાર્વતીની મહાકથાની પ્રેમ કહાનીના સન્માનમાં પોસ્ટર રજૂ કર્યું હતું. પોસ્ટરમાં બન્ને એકબીજાની બાજુમાં જુદી જુદી દિશામાં નજર આવી રહૃાા છે.

ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટરમાં ફિલ્મની ભવ્યતાને દર્શાવવામાં આવી છે. બેકડ્રોપ રોમની છે કારણ કે આ ફિલ્મનું શૂટિંગ ઇટાલી અને રોમમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં વેલેન્ટાઇન ડે પર નિર્માતાઓએ એક મોશન પોસ્ટરની સાથે ફિલ્મની એક ઝલક રજૂ કરી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ રાધેશ્યામમાં પ્રભાસ સાથે પૂજા હેગડે જોવા મળશે. અભિનેતા એક દાયકા પછી રોમેન્ટિક ભૂમિકામાં જોવા મળશે અને હવે આ પોસ્ટર તમને ચોક્કસપણે ફિલ્મ વિશે વધુ ઉત્સુક બનાવશે.

આ ફિલ્મ ૩૦ જુલાઇ, ૨૦૨૧ના રોજ સ્ક્રીનો પર આવશે અને ચાહકો આતુરતાથી તેની રિલીઝની રાહ જોઇ રહૃાા છે.

આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સચિન ખેડકર, પ્રિયદર્શી, ભાગ્યશ્રી, મુરલી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.