રિતિક રોશન અને સૈફ અલી ખાનનું અનોખું કોમ્બિનેશન ધરાવતી ફિલ્મ વિક્રમ વેધા ને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં રિતિક વિલન તો સૈફ પોલીસ ઓફિસરનું પાત્ર નિભાવી રહૃાો છે. આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. મૂળ ફિલ્મની જેમ આ ફિલ્મને પણ પુષ્કર – ગાયત્રીની જોડીએ લખી છે અને તેઓ ફિલ્મને લઈને સુપર એકસાઈટેડ છે. આ એક્શન-થ્રિલર ફિલ્મને દૃેશભરમાં પ્રમોટ કરવામાં આવી રહી છે અને તેનું ટ્રેલર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર ના સ્ક્રીિંનગ પહેલાં બતાવવામાં આવી રહૃાું છે. ફિલ્મ વિશે વાત કરતા પુષ્કર – ગાયત્રીએ કહૃાું હતું કે, નાનપણમાં અમે ‘વિક્રમ-વેતાલ ની પ્રખ્યાત વાર્તા જોઈ અને સાંભળી હતી. આ બંને ઐતિહાસિક પાત્રો જે રીતે એકબીજા સાથે એક સમયે જોડાઈને અને બીજા સમયે એકબીજાથી અલગ થઈને એક પછી એક રહસ્યોને ખોલે છે, તે ખૂબ જ રોચક છે. અમે આવી જ કોઈ સ્ટોરી પર કામ કરવા ઈચ્છતા હતો જેમાં બે વિરોધાભાસી સ્વભાવ ધરાવતા બે પાત્રો એકબીજાની સામે આવે છે અને એક પછી એક રહસ્યો પરથી પડદૃો ઊંચકાતો જાય છે. અમે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહીને ફિલ્મ બનાવી છે. જેથી દર્શકોને કોઈપણ સિચ્યુએશન કાલ્પનિક કે આઉટ ઓફ ધ બોક્સ ન લાગે. ફિલ્મ વિશે વધુ જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, વિક્રમ અને વેધા બંને તેમના કામમાં સર્વોપરી છે અને બંને એકબીજાને ખતમ કરવાની શક્તિ ધરાવે છે પરંતુ તેઓ બંને એક બાદ એક વિકટ પરિસ્થિતિથી આગળ વધીને દર્શકોને સરપ્રાઈઝ કરશે આ ફિલ્મમાં રિતિક અને સૈફ બંનેએ જાન રેડી દૃીધી છે. ખાસ કરીને, રિતિકને દર્શકોએ વિલનના પાત્રમાં હજુ સુધી જોયો નથી તેના કેરેક્ટરને અમે ભવ્ય રીતે રજૂ કરવાની કોશિશ કરી છે. ટ્રેલરને મળેલા ભવ્ય પ્રતિસાદથી અમે સૌ ખુશ છીએ અને અમને પૂરો વિશ્ર્વાસ છે કે, ઓડિયન્સ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપશે.