ફિલ્મ સ્ટાર આમિર ખાન સાસણમાં, પરિવાર સાથે સિંહના કર્યા દર્શન

ફિલ્મ અભિનેતા આમિર ખાન તેમના પરિવાર સાથે સાસણમાં છે. આમિર ખાને પોતાના પરિવારજનો સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહના દર્શન કર્યા. ૫ જીપ્સીના કાફલા સાથે આમિર ખાન અને તેમનો પરિવાર સિંહ દર્શન માટે નીકળ્યો. જે દરમ્યાન અલગ-અલગ ૪ રૂટ પર ૧૩ જેટલા સિંહ નિહાળી આમિર ખાન રોમાંચિત થઇ ઉઠ્યા હતા. સિંહ દર્શન કર્યા બાદ આમિર ખાને જણાવ્યું કે સિંહ એ સમગ્ર દેશનું ગૌરવ છે. સિંહ જોવાનો મોકો મળતા હું ખૂબ જ આનંદિત છું.