અમરેલી,
એક જમાનો હતો કે જયારે પોલીસને અહી કોણ આવ્યું અને કોણ ગયું તેવી બાતમી આપવા વાળા લોકો હતા પણ આજના હાઇટેક યુગમાં લોકોને પાડોશમાં શુ ચાલી રહયું છે તેની જાણ નથી હોતી ત્યારે આવા બાતમીદારો કયાંથી મળ ? હવે આવા બાતમીદારોના જમાના ગયા છે હવે પોલીસ આવડતના આધારે ગુના ઉકેલે છે તે વાતને અમરેલીના એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઇ શ્રી અલ્પેશ પટેલની ટીમે સાબીત કરી ફીંગરપ્રીન્ટના આધારે સાવરકુંડલા ને બગસરાની મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો છે તેમણે પકડેલી ગેંગે 2022માં સાવરકુંડલામાં હાહાકાર મચાવી સાડાપાંચ લાખનો હાથ મારેલ અને હમણા બગસરાના હડાળામાં સાડાપાંચ લાખની ચોરી કરી હતી આવી ચોરીેના અનેક ભેદ ઉકેલાયા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના ભરતભાઇ છગનભાઇ રાઠોડ, રહે.નેસડી રોડ, શીવલીલા સોસાયટી વાળાના બંધ રહેણાંક મકાનમાં ગઇ તા.19/09/2022 નાં રોજ રોકડા રૂપિયા તથા સોના ચાંદીના મળી કુલ કિ.રૂ. 3,05,000/- ની ચોરી કરી લઇ ગયેલ તેમજ આ સોસાયટી રહેતા દર્ષિલભાઈ દીલીપભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ.28,000/- તથા પ્રદિપભાઈ છગનભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.2,15,000/- મળી કુલ કિં.રૂ.5,48,000/- ની મત્તાની ચોરી થયેલ હતી અને એ ઉપરાંત સાવરકુંડલામાં નેસડી રોડ ઉપર આવેલ ગીરી સ્કુલ, નીલકંઠ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, થ્રીજી મેટલ, દીવાવાલા એન્ડ સન્સ નામના કારખાનાઓમાં ચોરીનો પ્રયાસ થયેલ હતો. આ ઉપરાંત ગઇ તા.07/08/2023ના રોજ બગસરા તાલુકાના હડાળા ગામે આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલમાં અજાણ્યા ઈસમો પ્રવેશ કરી, બિલ્ડીંગના ગેઇટના તાળા તોડી, સ્કુલની ઓફીસમાં આવેલ એકાઉન્ટની ઓફીસમાં લાકડાના કબાટામાં રાખેલ સ્કુલ, હોસ્ટેલ તથા વાહન વિગેરે ફી કુલ રોક્ડા રૂ.5,95,790/- ની ચોરી થઇ હતી.આ બનાવો અંગે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ચોરીઓની વિજીટ કરી, બનાવની આજુ બાજુના તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરી ચોરીના બનાવની જગ્યાનું ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા એફ.એસ.એલ. અધિ. દ્વારા તપાસણી કરવામાં આવેલ. ફિંગરપ્રિન્ટ એકસપર્ટ.એમ.ડી.ચૌહાણને સાવરકુંડલામાં થયેલ ચોરીઓની તપાસણી દરમિયાન ફિંગર પ્રિન્ટ મળી આવેલ અને તે ફિંગર પ્રિન્ટની ચકાસણી અગાઉ ચોરીઓમાં પકડાયેલ ચોરો સાથે મેચ કરાતા આ ફિંગર પ્રિન્ટ રાજવીર ભરત ઉર્ફે ભારૂ ભાભોર રહે.આંબલી, તા.ગરબાડા, જિ.દાહોદ વાળાનું હોવાનું જણાતા એલ.સી.બી. ટીમે શંકમદ રાજવીર તથા જેહીંગ ઉર્ફે જેસીંગને પકડી પાડી, મજકુર બન્નેની સઘન પુછ પરછ કરતા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ચોરીઓ સહિત અલગ અલગ જગ્યાએ કુલ સાત ઘરફોડ ચોરીઓની કબુલાત આપી હતી. પકડાયેલ આરોપીઓએ રાજવીર ભરતભાઇ ઉર્ફે ભારૂભાઇ ભાભોર તથા જેહીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઇ ડામોર તથા તેના સાગરીતો અમરસીંગ ઉર્ફે અમરો ધીરસીંગ પલાસ તથા હીંમત ભારતાભાઇ મોહનીયા રહે.કાંટુ, તા.ધાનપુર વાળાઓ સાથે મળી સને 2022 માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા ટાઉનમાં અલગ અલગ ત્રણ મકાનો તથા ચાર કારખાનાઓમાંથી રોકડ, તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ,સને. 2022માં ઓગસ્ટ માસમાં બગસરા તાલુકાના હડાળા ગામેની બહાર આવેલ સ્કુલમાંથી રોડક રકમની ચોરી કરેલ, 2022 માં ઓકટોમ્બર માસમાં ભાવનગર જિલ્લાના મહુવા, વિકટર રોડ ઉપર આવેલ ચર્ચ વાળી સ્કુલમાંથી રોકડ રકમની ચોરી કરેલ,2012માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા, અમરેલી રોડ ઉપર આવેલ અલગ અલગ ચાર કારખાનાઓમાં અને 2022 માં સપ્ટેમ્બર માસમાં સાવરકુંડલા, નવા બાયપાસ ઉપર આવેલ અલગ અલગ બે કારખાનાની ઓફીસ તોડી ચોરી કરવા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહી. તથા 2022 માં ઓકટોમ્બર માસમાં ભાવનગર જિલ્લાના મહુવા, હનુમંત હોસ્પટલની બાજુમાં આવેલ હોન્ડાના શો રૂમ તથા એક કેબીતના તાળા તોડી, ચોરી કરવા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહી. અને 2022 માં સપ્ટેમ્બર માસમાં અમરેલી, લાઠી રોડ ઉપર આવેલ અલગ અલગ ચાર કારખાનાના તાળા તોડી ચોરી કરતા જતા કોઇ ચિજ વસ્તુ મળેલ નહીં. આ પકડાયેલ આરોપી રાજવીર ભરતભાઇ ઉર્ફે ભારૂભાઇ ભાભોર ત્રણ ચોરીમાં પકડાઇ ચુકયો છે તથા જેલીંગ ઉર્ફ જેસીંગ ઉર્ફ જયલો દીતાભાઈ ડામોર પણ ત્રણ ચોરીમાં પકડાઇ ચુકયો છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા પો.હેડ કોન્સ. મનિષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.