ફીફાદ નજીક કપાસ ભરેલ આઈસર પલ્ટી જતા ત્રણના મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ફીફાદથી ગારીયાધાર વચ્ચે મેરામણ નદીના પુલ પાસે તા. 30-10 ના રાત્રિના 9:00 કલાકે કપાસ ભરી જતુ આઈસર જી.જે. 04 ડબલ્યુ 9105 માં ચાલક ઈરફાન અબ્દુલભાઈ અબડા રહે. ગારીયાધાર વાળો બેઠા પુલ પાસે ગાડી જમ્પ કરતા પાટો તુટી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી માનવીની જીંદગી જોખમાઈ તે રીતે ગાડી ચલાવી એક તરફ ફંટાઈ જતા પલ્ટી મારી જતા ગાડી ઉપર બેઠેલા ત્રણ શ્રમિકો નવલ તેતરભાઈ સદા ઉ.વ. 30 , મોહન પુરનભાઈ મુખીયા ઉ.વ. 60, ઈંદલકુમાર બિકાઉ સહની ઉ.વ. 26 હાલ ગારીયાધારવાળાના દબાઈ જવાના કારણે મોત નિપજાવી ગાડીમાં બેઠેલા અન્યોને મુંઢ ઈજા કરી ચાલક નાસી ગયાની પવનભાઈ ચલીતરભાઈ કામત ઉ.વ. 40 એ વંડા પોલિસ મથકમાં ફરિયાદ કરતા બનાવની તપાસ પી.એસ.આઈ. વાય. પી. ગોહિલ ચલાવી રહયા છે.