ફીફા વિશ્ર્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં ૧૨૯ ટકા વધ્યા કોરોના કેસ

તાજેતરમાં કતારમાં ફીફા વિશ્ર્વકપ ૨૦૨૨ સમાપ્ત થયો છે. વિશ્ર્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્ર્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ ડરામણી વાત છે કે ઉજવણી વચ્ચે આર્જેન્ટીનામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. આ માહિતી ખુદ આર્જેન્ટીનાના સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી છે. કહેવામાં આવ્યું છે કે દૃેશમાં છેલ્લા સાત દિવસની અંદર કોવિડ કેસમાં ૧૨૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનાથી કોરોનાનો ગ્રાફ ફરી ઉપરની તરફ વધી રહૃાો છે. છેલ્લા સાત દિવસમાં ૬૨ હજાર ૨૬૧ નવા કેસ સામે આવ્યા છે. તે ૧૧ ડિસેમ્બરવાળા સપ્તાહથી બમણા વધી ચુક્યા છે. ત્યારે ત્યાં ૨૭ હજાર ૧૧૯ કોરોના કેસ હતા. શું કહી રહૃાાં છે નિષ્ણાંતો? તે જાણો… નિષ્ણાંતોનું માનવું છે કે તેમાંથી ૬૦ ટકા દર્દૃીઓમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મળ્યો છે. આર્જેન્ટીનામાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી ૯૮ લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી ૧ લાખ ૮૦ હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સરકારનું કહેવું છે કે વેક્સીન પ્રોગ્રામમાં તેજી આવી છે. અત્યાર સુધી ૧૧ કરોડથી વધુ વેક્સીન શોટ્સ લગાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ૧૮ વર્ષથી ઉપરના લોકોને પાંચમો ડોઝ આપવામાં આવી રહૃાો છે. કેમ વધુ છે ખતરો? તે જાણો… આર્જેન્ટીનામાં ખતરો એટલે વધુ છે કારણ કે ફીફા વિશ્ર્વકપમાં તેની જીત બાદ ત્યાં રસ્તા પર જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે. લાખો લોકો ભેગા થઈ રહૃાાં છે. આ ઉજવણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહૃાું નથી. જો અહીં કોઈ સંક્રમિત પહોંચ્યો હોય તો અન્ય લોકો પર ખતરો વધી ગયો છે.