ફૂટબોલ લેજન્ડરી ખેલાડી પાપા બાઉબાનું અચાનક નિધન

  • સેનેગલનો આ ખેલાડી માત્ર ૪૨ વર્ષનો હતો
    મુંબઇ,
    વિશ્ર્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી મારાડોનાના અવસાનના સમાચારની શાહી સુકાય એ પહેલાં ફૂટબોલના વર્લ્ડ કપમાં માતબર પ્રદાન કરનારા વધુ એક લેજન્ડરી ખેલાડી પાપા બાઉબાનું અવસાન થતાં દૃુનિયાભરના ફૂટબોલ ચાહકો શોકમગ્ન થઇ ગયા હતા.
    મૂળ સેનેગલના રહેવાસી એવો પાપા બાઉબા માત્ર ૪૨ વર્ષનો હતો. પાપા લાંબા સમયથી બીમાર રહેતો હતો અને રવિવારે રાત્રે એણે અંતિમ શ્ર્વાસ લીધા હતા એમ એના પ્રવક્તાએ કહૃાું હતું. હજુ તો માત્ર પાંચ દિવસ પહેલાં પચીસમી નવેંબરે મારાડોના ગયા. હવે પાપા બાઉબાએ વિદૃાય લીધી.
    ૨૦૦૨ના ફૂટબોલ વર્લ્ડ કપની સ્પર્ધામાં પાપાએ પોતાના જાદૃુઇ ગૉલ દ્વારા ચેમ્પિયન એવા ફ્રાન્સને સ્તબ્ધ કરી દિધું હતું.આ ગૉલના પગલેજ ફૂટબોલની રમતમાં સદૃાય પાછળ રહેતા સેનેગલે માત્ર ૧-૦થી ચેમ્પિયન ફ્રાન્સને પરાજિત કરીને ઇતિહાસ રચ્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપની આ પહેલી સ્પર્ધા હતી.
    ૧૯૭૮ના જાન્યુઆરીની ૨૮મીએ ડકેરમાં જન્મેલા આ ખેલાડીએ પોતાની કારકિર્દૃીમાં ફૂલ્હમ, વેસ્ટ હમ યુનાઇટેડ અને બર્મિંગહામ સિટિ જેવી દિગ્ગજ ટીમ સાથે સ્પર્ધાઓ ખેલી હતી. પોતાની કારકિર્દૃીમાં એણે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ૧૧ ગૉલ સાથે ૬૩ સ્પર્ધા રમી હતી. સ્થાનિકની વાત કરીએ તો એણે ૨૬ ગૉલ સાથે એણે ૨૬૧ મેચ રમી હતી.