ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીના જન્મ દિવસની પાર્ટીમાં ઘણા દિગ્ગજો સામેલ થશે

ત્રીજી ઓગસ્ટે ભારતીય ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રીનો જન્મ દિવસ છે. આ પ્રસંગે ભારતના અને ઇન્ટરનેશનલ ફૂટબોલના ઘણા દિગ્ગજો ઉપસ્થિત રહેનારા છે. દિલ્હી ફૂટબોલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઘણા દિગ્ગજો સ્ટેજ પર જોવા મળશે. આ ઓનલાઇન સંમેલનમાં રમત પ્રધાન કિરણ રિજીજુ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ પટેલ, ફિફાની વિમેન્સ ફૂટબોલ સ્પર્ધાઓની વૈશ્ર્વિક પ્રમુખ સારા બૂથ, એશિયન ફૂટબોલ ફેડરેશનના મહા મંત્રી દાતો વિન્ડસર જ્હોન હાજરી આપશે.
આ દરમિયાન દિલ્હીને ફૂટબોલનું મોખરાનું કેન્દ્ર બનાવવા અંગે પણ એક ચર્ચાસત્ર યોજાશે. તેનો વિષય રહેશે મેિંકગ દિલ્હી અ વાઇબ્રન્ટ ફૂટબોલ સિટી. સુનીલ છેત્રી પણ આ સત્રમાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કરશે. આ સંમેલનમાં ઉત્તર અને મધ્ય અમેરિકા, કેરેબિયન ફૂટબોલના વિવિધ સંઘો ઉપરાંત યુરોપીયન ફૂટબોલના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
દિલ્હી ફૂટબોલના વડા શાજી પ્રભાકરને જણાવ્યું હતું કે અમને આનંદ છે કે વૈશ્ર્વિક ફૂટબોલ સાથે સંકળાયેલી હસ્તીઓ આ પ્રસંગે ઉપસ્થિ રહેનારી છે.