ફેરા સમયે જ દૃુલ્હને કર્યો એવો કાંડ કે… દૃુલ્હેરાજાની હાલત કફોડી થઈ

સિહોરી-રાજસ્થાનતા.૧૦
રાજસ્થાનના સિરોહીમાં એક એવી ઘટના ઘટી છે જેને જાણીને ચોંકી જવાય. એક વરરાજા તેની દૃુલ્હનની રાહ જોઈને છેલ્લા ૫ દિૃવસથી બેસી રહૃાા. એટલું જ નહીં માથા પરથી સહેરો પણ ઉતાર્યો નહીં. દૃુલ્હને લગ્ન સમયે જ મોટો કાંડ કરી નાખ્યો. વાત જાણે એમ છે કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલી વિસ્તારમાં મનીષા નામની એક યુવતીના લગ્ન શ્રવણકુમાર સાથે થવાના હતા. શ્રવણ પરિવાર સાથે જાન લઈને સાસરે પહોંચી ગયો. સાસરીયાએ દૃુલ્હેરાજા અને તેના પરિજનોનું ખુબ મન દૃઈને સ્વાગત પણ કર્યું. લગભગ ૬.૧૫ વાગે જ્યારે પંડિતજીએ ફેરા લેવાનું કહૃાું તો તે સમયે દૃુલ્હને ઉલ્ટી અને પેટમાં દૃુખાવાનું બહાનું કાઢ્યું અને રૂમમાં જઈને કહૃાું કે થોડી રાહ જુઓ. દૃુલ્હને પોતાના રૂમમાં ગયા બાદૃ ઘરવાળાઓને કહેવા લાગી કે તેને ટોઈલેટ જવું છે. પરંતુ ટોઈલેટ જવાની જગ્યાએ તે ઘરમાં લગાવવામાં આવેલી ટાંકી પાસે ઊભેલા તેના પિતરાઈ સાથે ભાગી ગઈ. આ યુવક છોકરીના પિતાના મામાનો છોકરો છે. હવે દૃુલ્હેરાજા તો જીદ્દે ચડ્યા છે અને સાસરીયામાં જ અડ્ડો જમાવીને બેસી ગયા છે. ઘરવાળાએ આ લગ્ન માટે ખુબ તૈયારી કરી હતી પરંતુ હવે બધુ એળે ગયું કારણ કે દૃીકરી ભાગી ગઈ. દૃીકરીની માતાની તબિયત ખરાબ છે. ઘરવાળા બરાબર જમી શકતા નથી. જો કે પોલીસ સતત આ યુવતીની શોધમાં છે. પરિજનોએ જણાવ્યું કે લગ્નના એક દિૃવસ પહેલા જ્યારે ઘરમાં ડાન્સ કાર્યક્રમ હતો ત્યારે છોકરીએ ખુબ ડાન્સ પણ કર્યો હતો. તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે આવું પગલું ભરશે.