ફેસબુક-ટ્વિટર બાદ Youtube એ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું

  • વીડિયો પ્લેટફોર્મે આ પ્રતિબંધ પાછળ હિંસા ફેલાવવાની ચિંતા વ્યક્ત કરી

    ગૂગલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું યુ-ટ્યૂબ એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું ઑફિશિયલ એકાઉન્ટ છે. છેલ્લા કેટલાક દિવસથી ફેસબુક અને ટ્વિટરે પણ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કરી દીધું છે. જો કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે, પરંતુ તેમને ચેતવણી આપી છે. ચેતવણી એ હતી કે જો બાદમાં પોલિસીનું ઉલ્લંઘન થયું તો એકાઉન્ટ હંમેશા માટે બેન કરી દેવામાં આવશે. જો કે ફેસબુકે અનિશ્ર્ચિતકાળ માટે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.
    યુ-ટ્યૂબથી ડોનાલ્ડ ટ્રમ્પની ઑફિશિયલ ચેનલ બેન કરી દેવામાં આવી છે અવે ઓછામાં ઓછા ૭ દિવસ સુધી ટ્રમ્પની યુ-ટ્યૂબ ચેનલથી કૉન્ટેંટ અપલોડ નહીં થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટથી ભલે નવા વિડીયો અપલોડ ના થાય, પરંતુ પહેલાના વિડીયો જોવા મળી શકે છે. યુ-ટ્યૂબએ જો કે જૂના વિડીયોમાંથી પણ કૉમેન્ટનું ઑપ્શન હટાવી દીધું છે. યુએસ કેપિટલમાં હિંસા ભડકાવવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહૃાા છે.
    ગૂગલે ટ્વીટ કર્યું છે કે, નીતિના ઉલ્લંઘન અને શક્ય હિંસાને ધ્યાનમાં રાખીને, ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને નવી સામગ્રી હવે અપલોડ કરવામાં આવશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે નાગરિક અધિકાર જૂથોએ ગૂગલને ડોનાલ્ડ ટ્રમ્પના યુટ્યુબ એકાઉન્ટને સ્થગિત કરવા જણાવ્યું હતું. આમ કરવામાં નિષ્ફળ થતાં, નાગરિક અધિકાર જૂથોએ યુટ્યુબને વિશ્ર્વવ્યાપી બૉયકૉટની ધમકી પણ આપી હતી.
    તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના યુટ્યુબ પર લગભગ ૩૦ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. યુ-ટ્યૂબએ ના ફક્ત ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યું છે, પરંતુ ટ્રમ્પની યુ-ટ્યૂબ ચેનલથી તમામ વિડીયો પર કૉમેન્ટ પણ બંધ કરી દીધી છે. આ હિંસાના સંકટને જોતા કરવામાં આવ્યું છે.