ફેસબુક પેજ પર લાઈવ થઇ યોગ દિૃની રૂપાણીએ શરૂઆત કરાવી

ડિજિટલ પ્લેટફોર્મ પર યોગ દિૃવસનો કાર્યક્રમ આયોજિત

ગાંધીનગર, સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસની ઉજવણી થઈ રહી છે. જો કે કોરોના વાઈરસની મહામારીના પગલે તકેદૃારીના ભાગરૂપે લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ યોગ દિૃવસની ઉજવણી કરી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને વહેલી સવારે યોગ સાથે દિૃવસની શરૂઆત કરી છે. આજે વિદૃેશો સહિત દૃેશના તમામ રાજ્યોમાં વહેલી સવારથી લોકો યોગના આસનો કરી રહૃાાં છે. આ સાથે જ પોતાના યોગ કરતાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ પ્રથમ વખત છે, જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર યોગ દિૃવસનો કાર્યક્રમ આયોજિત થઈ રહૃાો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પોતાના સંબોધનમાં યોગ દિૃવસને લોકોની એકજૂટતાનો દિૃવસ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આયુષ મંત્રાલયે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસ નિમિત્તે લેહમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે, કોરોનાના કારણે રદૃ કરવો પડયો છે. જેને બદૃલે લોકો પોતાના ઘરે રહીને પરિવાર સાથે યોગ કરે તેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે વિશ્ર્વ યોગ દિૃવસની થીમ એટ હોમ, યોગા વિથ ફેમિલી” રાખવામાં આવી છે. જણાવી દૃઈએ કે, ૨૧-જૂન ૨૦૧૫થી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસ મનાવવામાં આવી રહૃાો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના પ્રસ્તાવ બાદૃ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧-જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસ તરીકે જાહેર કર્યો છે.