ફ્રાંસમાં બે વિમાન વચ્ચે ટક્કર થતાં ૫ મુસાફરોનાં મોત

ફ્રાંસમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં યાત્રી વિમાન અને માઈક્રોલાઈટ વિમાન વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો છે. જાણકારી મુજબ આ ઘટના શનિવારે પશ્ર્ચિમ ફ્રાંસમાં થઈ છે. ઘટનામાં ૫ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. સરકાર તરફથી આ ઘટના વિશે જાણકારી આપતાં કહેવામાં આવ્યું કે સ્મૉલ માઈક્રોલાઈટ પ્લેન જેમાં ૨ લોકો સવાર હતા, તેની ટકક્ર DA=૪૦ વિમાન સાથે થઈ ગઈ. યાત્રી વિમાનોમાં ૩ લોકો સવાર હતા. આ ટક્કર શનિવારે સાંજ ૪.૩૦ વાગ્યે થઈ હતી.
માઈક્રોલાઈટ પ્લેન એક ઘર પાસે ક્રેસ લેન્ડ થયું જ્યારે બીજું યાત્રી વિમાન રહેણાંકવાળા વિસ્તારથી ઘણું દૃૂર લેન્ડ થયું. ઘટના બાદ ૫૦ ફાયરફાઈટર્સ પહોંચી ગયા અને વિમાનમાં લાગેલી આગ ઓલવવાની કોશિશ કરી. આ ઘટનામાં પાંચેય શખ્સ મૃત્યુ પામ્યા છે. જો કે હજી સુધી મૃતકોની ઓળખ નથી થઈ શકી. પોલીસનું કહેવું છે કે તેઓ આ ક્રેશની તપાસ કરી રહૃાા છે.