ફ્રાન્સના સમર્થનમાં આવ્યુ યુએઇ: ક્રાઉન પ્રિન્સે કહૃાું,મુસલમાનો જીદ છોડો

ફ્રાંસમાં પયંગબર મોહમ્મદનાં કાર્ટૂનને લઇને મુસ્લિમ દેશમાં ભારે નારાજગી જોવા મળી રહીં છે, ત્યાં બીજી તરફ યુએઇ ફ્રાંસના સમર્થનમાં ઉતર્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સેઅને યુએઇના સેનાના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાને ફ્રાંસના નીસ શહેરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢી હતી.

ક્રાઉન પ્રિન્સે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં સાથે ટેલિફોન પર વાતચીક કરી અને આંતકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃતિ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમના પાઠ ભણાવાતા તમામ ધર્મોના સિદ્ધાંતો અને મુલ્યોની સામે છે.

શેખ મોહમ્મદે કહૃાું કે પૈગંબર મોહમ્મદ માટે મુસલામોના મનમાં અપાર આસ્થા છે પરંતુ તેને હિંસા સાથે જોડવુ અને તેના પર રાજનીતિ કરવી અસ્વીકાર્ય છે. જણાવી દઇએ કે ફ્રાંસની વ્યંગ્યાત્મક મેગેઝીન શાર્લી હેબ્દોમાં પયગંબર મહમદનુ કાર્ટૂન ફરીથી છાપ્યું હતુ જેને લઇને મુસ્લિમ દેશોની તીખી પ્રક્રિયા સામે આવી હતી. ફ્રાંસના નીસ શહેરમાં થયેલા હુમલાથી પહેલા એક સ્કૂલમાં પયગંબર મહમદનું કાર્ટુન બતાવનાર એક ટીચરનું સર કલમ કરી નાખ્યું હતું.

શેખ મોહમ્મદે ફ્રાંસ અને આરબ દુનિયાની વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી. ફ્રાંસ કેટલાય મુસલમાનોનું ઘર છે. એક આરબ મુસ્લિમ દેશ હોવાના નાતે યુએઇની વિચારધારા સ્પષ્ટ છે કે તેઓ સહિષ્ણુતા, સહયોગ અને બીજા પ્રત્યે પ્રેમ જેવા મુલ્યોને માન છે.