ફ્રાન્સને આતંકવાદ મુદ્દે ભારતનું સમર્થન: આતંકવાદને કોઇ રીતે સ્વિકારી શકાય નહીં

ભારતે ફ્રાન્સના આતંકવાદ અંગેના કડક વલણને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. વિદેશ મંત્ર્યાલયે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની વ્યક્તિગત ટીકા કરતા લોકોની ઝાટકણી કાઢી હતી અને કહૃાું હતું કે આતંકવાદને કોઇ રીતે સ્વીકારી શકાય નહીં.
ગયા પખવાડિયે ફ્રાન્સના પાટનગર પેરિસમાં ઉશ્કેરાયેલા એક મુસ્લિમે મૂળ ફ્રાન્સના એવા એક ઇતિહાસ શિક્ષકની હત્યા કરી હતી. આ શિક્ષક પોતાના વર્ગના બાળકોને હજરત મુહમ્મદ પયગંબરના ૨૦૧૫માં ચીતરાયેલા કાર્ટુન વિશે કહી રહૃાા હતા. અન્ય એક અહેવાલ મુજબ આ શિક્ષક એ કાર્ટુન દેખાડી રહૃાા હતા. એટલે એક બાળકના પિતા ઉશ્કેરાયા હતા અને ધારદૃાર છરીથી શિક્ષકનું માથું કાપી નાખ્યું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇતિહાસ શિક્ષકના પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ ઘટનાને ઇસ્લામી આતંકવાદ ગણાવીને એની આકરી ટીકા કરી હતી. એમના આ વલણની ઇસ્લામી દેશોએ ઝાટકણી કાઢી હતી અને વિશ્ર્વના કેટલાક મુસ્લિમ આગેવાનોએ પણ આ ઘટનાને આતંકવાદી ગણાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
હવે ભારતે ફ્રાન્સને ટેકો જાહેર કર્યો હતો અને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આતંકવાદને કોઇ પણ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં. આતંકવાદ સામેના ફ્રાન્સનાં પગલાંને અમારો ટેકો છે.