ફ્રાન્સે પાકિસ્તાન આઇએસઆઇના પૂર્વ પ્રમુખ જનરલ સહિત ૧૮૩ નાગરિકોના વિઝા રદ્દ કર્યા

  • ફ્રાન્સે ૧૧૮ પાકિસ્તાનીઓને જબરદસ્તીથી ડિપોર્ટ કર્યા

 

ફ્રાન્સે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે તે મુસ્લિમ દેશોના દબાણ આગળ જરાય નમશે નહીં. ફ્રાન્સે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેટેનન્ટ જનરલ અહેમદ શુજા પાશાના સંબંધી સહિત ૧૮૩ પાકિસ્તાની નાગરિકોના વિઝિટર વિઝા રદ કરી નાખ્યા છે. એટલું જ નહીં ફ્રાન્સે ૧૧૮ પાકિસ્તાનીઓને જબરદસ્તીથી ડિપોર્ટ પણ કર્યા છે. ઈમેન્યુઅલ મેક્રોન સરકારની આ કાર્યવાહીને સીધી રીતે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ફ્રાન્સ વિરોધી નિવેદનો સાથે જોડવામાં આવી રહી છે.

પેરિસમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસે આ ખબરની પુષ્ટિ કરતા ફ્રાન્સને પૂર્વ ISI ચીફના બહેનને અસ્થાયી રીતે રહેવાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો છે. કારણ કે તેઓ તેમના બીમાર સાસુને મળવા માટે ફ્રાન્સ આવ્યા છે. પાકિસ્તાનનો દૃાવો છે કે કાયદેસર દસ્તાવેજો હોવા છતાં તેમના ૧૧૮ નાગરિકોને જબરદસ્તીથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તેઓ આ સંબંધે ફ્રાન્સના અધિકારીઓના સંપર્કમાં છે.

અત્રે જણાવવાનું કે ગત મહિને શાળામાં મહમ્મદ પયગંબરસાહેબનું કાર્ટુન દેખાડવા બદલ પેરિસમાં એક યુવકે શાળાના ટીચરની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જેના પર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદ પર નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમની મુસ્લિમ દેશોમાં ટીકા થઈ રહી છે. ખાસ કરીને તુર્કી અને પાકિસ્તાન ફ્રાન્સની સૌથી વધુ ટીકા કરી રહૃાા છે. ઈમરાન ખાને તો મુસ્લિમ દેશોને પત્ર લખીને પશ્ચિમી દેશો વિરુદ્ધ એકજૂથ થવાની અપીલ કરી હતી. તેમણે કહૃાું હતું કે ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત પશ્ચિમી દેશોની લીડરશીપને રસ્તે લાવવા માટે મુસ્લિમ દેશોએ એકજૂથ થવાની જરૂર છે.

ઈમરાન ખાને ફ્રાન્સને લઈને ખુબ હોબાળો કર્યો પરંતુ ચીન સામે તો જાણે બોલતી બંધ થઈ જાય છે. હાલમાં જ ચીનની ટીવી ચેનલ ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન પર પ્રસારિત સિરીઝમાં પયગંબર મોહમ્મદનું ચિત્ર દેખાડવામાં આવ્યું હતું. નોંધનીય વાત એ છે કે ન તો ચીન પ્રશાસન કે ન તો ટીવી ચેનલે આ દાવાને ફાગાવ્યો.એટલે કે ચીની અધિકારીઓને તે વાતથી કોઈ સમસ્યા નથી. પરંતુ આમ છતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કોઈ પ્રતિક્રિયા આપી નહી.તુર્કીના રાષ્ટ્રપતિ પણ આ વાત પર ચૂપ રહૃાા.