બંધના નામે કાયદો હાથમાં લીધો તો કાર્યવાહી થશે: રૂપાણીની ચેતવણી

  • પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસે ગુમાવતા હવે ખેડૂતોને ભડકાવે છે

 

કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડુતો વચ્ચે ગતિરોધ યથાવત છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ ૮ ડિસેમ્બરે આખું ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઇ કાર્યકરોની અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.

દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે આ મુદ્દાઓ પર ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણી નિવેદન આપ્યું હતું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહૃાું હતું કે, ખરેખરમાં આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહૃાું છે. આવતીકાલે ગુજરાતમાં બધુ ચાલુ રહેશે, બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આવતીકાલે ગુજરાત ચાલુ રહેશે, બંધમાં કાયદો તોડશે તો કાર્યવાહી થશે. આ દરમિયાન સીએમ રૂપાણીએ બંધને લઈ વિપક્ષ પર પ્રહાર કરતા કહૃાું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન કરી રહૃાા છે. તેઓ પોતાનું અસ્તિત્વ દેખાડવા બંધમાં જોડાયા છે. રાજકીય પાર્ટીને આંદોલનમાં ન જોડવા ખેડૂતોએ કહૃાું હતું. કોંગ્રેસનું તો અસ્તિત્વ જ પુરુ થઈ ગયું છે. પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસે ગુમાવ્યો છે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહૃાું કે, મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહૃાું છે. મોદી સરકારે MSPના આધારે ખરીદી કરી છે.