બંધને જાકારો આપો શ્રી દિલીપ સંઘાણી,સાંસદ શ્રી કાછડીયા, શ્રી વેકરિયા દ્વારા લોકોને અપીલ

  • દેશના ગદારો આંદોલન ઉશ્કેરી રહયા છે : શ્રી અશ્વિન સાવલીયા
  • ખેડુતોનું હીત ભાજપ સરકાર જોવે છે : ભારતની ધરતી ઉપર પાકીસ્તાન ઝીંદાબાદના નારા લગાડનારા શાહીનબાગ સાથે સંકળાયેલા લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આંદોલન કરી રહયા છે

અમરેલી,
દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન તથા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાએ લોકોને અપીલ કરતા જણાવેલ છે કે, સરકાર જે બીલ લાવી રહી છે તેમા કયાંય ખેડુતોને અન્યાય નથી ઉલટાના ખેડુતોને ન્યાય મળશે ખેડુતોનું હીત ભાજપ સરકાર જોવે છે ભારતની ધરતી ઉપર પાકીસ્તાન ઝીંદાબાદના નારા લગાડનારા શાહીનબાગ સાથે સંકળાયેલા લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે આંદોલન કરી રહયા છે આ આંદોલનને ખેડુતનું આંદોલન કેમ કહી શકાય ?આજે અપાયેલા ભારત બંધના એલાનને અનુલક્ષીને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલિયાએ એ જણાવેલ છે કે, દેશના ગદારો આંદોલન ઉશ્કેરી રહયા છે માટે લોકો બંધને જાકારો આપે અને પોતાના ધંધા રોજગાર શરૂ રાખે કોરોનાના સમયમાં લોકો માંડ બેઠા થઇ રહયા છે ત્યારે લોકોને આર્થીક રીતે બેઠા ન થવા દેવાની પણ આ ચાલ છે