તા. ૩.૮.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ છઠ, હસ્ત નક્ષત્ર, સિદ્ધ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ તાઈવાનની સરકારી વેબસાઈટ પર સાયબર એટેક થયો છે બહુ અગાઉ જ અત્રે લખી ચુક્યો છું કે આ સમયમાં સાયબર એટેકનું પ્રમાણ વધશે વળી હવે નો સમય વૉર નો નહિ પણ ઈ-વૉરનો છે એટલે કે એક બંધ રૂમમાં બેસીને પણ લડાઈ છેડી શકાશે જે ધીમે ધીમે બનતું જાય છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સુંદર વાઈબ્રેશન વચ્ચે જન્માક્ષરને ચોક્કસ પદ્ધતિથી નવી ઉર્જા આપી શકાય છે વળી નડતા ગ્રહો માટે શિવજીનું વિવિધ રીતે પૂજન કરવાથી ગ્રહોની શાંતિ થાય છે આ ઉપરાંત રાશિ મુજબ કઈ રીતે શિવ પૂજા કરવી તે અત્રે જણાવું છું. મેષના મિત્રો શુદ્ધ જળમાં ગોળ મેળવીને શિવલિંગને ચડાવે અને લાલ ફૂલ અને કેસર ચડાવી શકે. વૃષભ રાશિના મિત્રો શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરે જયારે મિથુન શેરડીનો રસ અને બીલીપત્ર ચડાવે. કર્ક રાશિ સફેદ ચંદન, ગાયનું દૂધ ગંગાજળ અને પવિત્ર નદીના જળ અને ઘીથી અભિષેક કરે. સિંહના મિત્રો ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરે. કન્યા શેરડીના રસથી અને લીલા ફ્રૂટના જ્યુસથી અભિષેક કરે અને બીલીપત્ર ચડાવે જયારે તુલા રાશિ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરે દહીં અને પંચામૃત થી અભિષેક કરે સુગંધી ફૂલો અર્પણ કરે. વૃશ્ચિક રાશિના મિત્રો પંચામૃત અને ફળોના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરે ધન કેસરયુક્ત ગાયના દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવે જયારે મકરના મિત્રો ડાર્ક રંગના ફૂલ અને ગાયના ઘી યુક્ત જળ સાથે કાલા તલથી અભિષેક કરે કુંભના મિત્રો પણ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરે અને રંગબેરંગી ફૂલ ચડાવે. મીનના મિત્રો અષ્ટગંધ યુક્ત પવિત્ર જળ અને હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરે અને પીળા ફૂલ ચડાવે તથા કૈક મિસ્ટાન્ન ધરે.