બગદાણા પાસેથી શિયાળના અવશેષો અને ફાંસલા સાથે ચાર ઝડપાયાં

  • બહારથી દેશી દવાઓ અને ઔષધીઓ વેચવા આવનારા લોકોને ચકાસી રહેલા વનતંત્રને ચોંકાવનારી વસ્તુ મળી
  • વનતંત્રના સૌરાષ્ટ્ર ક્રાઇમ સેલના સભ્ય અને આરએફઓ શ્રી ડી.જી. ગઢવી સહિતની ટીમના ચેકીંગમાં જુનાગઢ વિસ્તારના શખ્સો દ્વારા અનુસુચિ-2 ના ભાગ-2 નું વન્યપ્રાણી શિયાળના અવશેષો અને ફાંસલાઓ મળી આવ્યા

અમરેલી,
તા.03-02-21 ના રોજ નાયબ વન સંરક્ષકશ્રી બૃહદગીર વન્યપ્રાણી રક્ષણ ટાસ્ક ફોર્સ, જુનાગઢના રેડ એલર્ટ જાહેર કરવા તા.03-02-21 થી 06-02-21 સુધી તેઓના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વન્યપ્રાણી સુરક્ષાને ધ્યાને રાખી પેટ્રોલીંગ કામગીરી તેમજ બહારના જીલ્લા રાજ્યના મજુરોના પડાવો, દંગાઓ, રહેઠાણો તથા ગામડાઓમાં બહારથી દેશી દવાઓ ઔષધીઓ વેચવા આવતા શખ્સોને તેમજ શંકાસ્પદ વ્યક્તિઓને ચેક કરવા તેમજ અલગ અલગ જગ્યાઓમાં કોમ્બીંગ કરવુ તેવી સુચનાના આધારે અમો અમારા તાબાના સ્ટાફ તથા એસ.ડી.બારૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર નોર્મલ રેન્જ મહુવા તેમજ તેમનો સ્ટાફ તથા એમ.કે. વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, નોર્મલ તેમનો સ્ટાફ અને શ્રી એન.આર.વેગડા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર વન્યજીવ રેન્જ જેસર તેમજ તેમનો સ્ટાફ સાથે તા.03-02-21 ના રોજ મહુવા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં દંગાઓની ચકાસણી કરતા હતા.
ચકાસણી દરમિયાન બગદાણા ગામે સી.એસ.સી. સેન્ટરની સામેના ભાગમાં 66 કે.વી. સબ સ્ટેશનની બાજુમાં આવેલ દંગાઓની ચકાસણી કરતા દંગામાંથી આરોપી રામશીભાઇ કરીમભાઇ પરમાર ઉ.વ.37, રહે. જુના ડુંગરપુર, ભાવસિંગભાઇ કરીમભાઇ પરમાર ઉ.વ.25 રહે. ડુંગરપુર, જલુભાઇ કરીમભાઇ પરમાર ઉ.વ.27 રે. ડુંગરપુર, વજાભાઇ હુસેનભાઇ પરમાર, ઉ.વ.31 રહે. થાનગઢ, માનભા દાદભા પરમાર ઉ.વ.19 રહે. રોયલટી ડુંગરપુર, હાલ આરોપી નં.5 નાસી છુટેલ છે. જે અન્વયે આરોપી નં.1 થી 4 ના કબ્જામાંથી વન્યપ્રાણીના અવશેષો તથા વન્યપ્રાણીને પકડવાના ફાસલાનો સામાન મળી આવેલ છે. જે અન્વયે આરોપીને પુછપરછ કરતા તેમના નિવેદનમાં સદર અવશેષો વન્યપ્રાણી શિયાળના હોય તેવી કબુલાત કરેલ છે. વન્યપ્રાણી શિયાળએ અનુસુચી-2 ના ભાગ – 2 નું વન્યપ્રાણી હોય જેથી ઉપરોક્ત તમામ નામ વાળા આરોપીઓ વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – 1972 ની જોગવાઇઓ મુજબ અત્રેના રેન્જ ગુના નં.06-2020-21 થી ગુનો નોંધી અટક કરી નામદાર જે.એમ. એફ.સી.ની કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવેલ જે મે. નામદારે ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરતા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં મહુવા વન્યજીવ રેન્જના ફોરેસ્ટ ઓફીસર અને વાઇલ્ડ વોર્ડન શ્રી આર.આર. ચૌહાણ, સૌરાષ્ટ્ર ક્રાઇમ સેલના સભ્ય ડી.જી. ગઢવી તથા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. ભરવાડ, રાઉન્ડ ફોરેસ્ટર બી.જી. માયડા, વનરક્ષક શ્રીમતિ જે.એ. બારૈયા, જે.પી. જોગરારણા, જે.પી. ચૌહાણ, વી.આર. મકવાણા, વી.જી. વાઘેલા, સી.એસ. ભીલ, કુ.એમ.ડી. ચૌહાણ જોડાયેલ હતા.