બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલો: ટ્રમ્પે ઇરાનને જવાબદર ઠેરવ્યું

  • ટ્રમ્પે ઇરાનને લશ્કરી કાર્યવાહીની ધમકી પણ આપી

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકના દૂતાવાસ પર કરાયેલા રોકેટ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ ઈરાનને ધમકી આપી છે કે જો આ હુમલામાં કોઈ અમેરિકન નાગરિકનું મોત થયું છે તો લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે અમેરિકાના દૂતાવાસ પર છોડાયેલા રોકેટની તસવીર ટ્વીટ કરીને કહૃાું કે, આ રોકેટ ઈરાનથી આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહૃાું કે રવિવારે બગદાદમાં અમારા દૂતાવાસ પર કેટલાક રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્રણ રોકેટ છોડી શકાયા નહતા. અંદાજ લગાવો આ રોકેટ ક્યાંથી આવ્યા હતા: ઈરાન. અમને એવી વાત મળી છે કે ઈરાકમાં અમેરિકાના નાગરિકો પર વધુ હુમલાઓ થઈ શકે છે. ઈરાનને હું મિત્ર તરીકે એક સલાહ આપીશ. જો એકપણ અમેરિકન નાગરિકનું હુમલામાં મોત થયું તો ઈરાનને જવાબદાર ઠેરવવામાં આવશે અને હું આ વાતને ગંભીરતાથી લઈ રહૃાો છું.

ઈરાકની સેનાએ જણાવ્યું હતું કે રવિવારે અત્યંત સુરક્ષિત ગણાતા ગ્રીન ઝોન વિસ્તારમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. આ રોકેટ હુમલાથી તણાવ વધવાની આશંકા પ્રબળ બની છે. ઈરાકને મતે એક પ્રતિબંધિત સંગઠને ગ્રીન ઝોનમાં આઠ રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં એક ઈરાકી સૈનિક ઘાયલ થયો અને કેટલીક ઈમારોતને નુકસાન પહોંચ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસ ચિંતિત છે કે ઈરાન સમર્થિત સૈનિક ઈરાકમાં ૩ જાન્યુઆરીએ ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની વરસીએ હુમલો કરી શકે છે. ઈરાનના જનરલ સુલેમાનીનું ઈરાકમાં એક અમેરિકન હવાઈ હુમલામાં મોત થયું હતું. તાજેતરના રોકેટ હુમલા પછી અમેરિકાના કાર્યકારી રક્ષામંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે બુધવારે એક બેઠક યોજી હતી.