બગસરના મુખ્ય ધૂળિયા માર્ગમાં બનતા અનેક અકસ્માતનાં બનાવો

  • શહેરના મુખ્ય માર્ગો બંધ છે 
  • નગરપાલિકાનાં મહિલા પ્રમુખ ગાંધારીની ભૂમિકામાં : લોકોમાં પ્રચંડ રોષ

બગસરા,
બગસરા શહેરના મુખ્ય માર્ગો બગસરા નગર પાલિકા હસ્તક નવા બની રહ્યાછે ત્યારે બગસરાની એસ.ટી.બસો રાજકોટ અમરેલી જૂનાગઢ ધારી ચલાલા જવા માટે સહિતના અનેક વાહનો નટવર નગર પાસે આવેલ ધૂળિયા માર્ગો પરથી પસાર થાયછે આ માર્ગમા મસ મોટા ખાડા પડી ગયાછે જેના લીધે અનેક ત્યાં નાના મોટા અકસ્માત બની રહ્યાછે આ રસ્તા ઉપરથી પસાર થતો એક ટ્રક આ મસમોટા ખાડામાં ફસાઈ જતા તે ટ્રકને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો છતાં બગસરા નગર પાલિકા દ્વારા આ માર્ગનું રીપેરીંગ કામ હાથ ધરવામમાં આવતું નથી આ વિસ્તાર બગસરા નગર પાલિકાના મહિલા પ્રમુખનો હોવા છતાં પાલિકા પ્રમુખ ત્યાં તેમજ તેમના વિસ્તારમાં પૂરતું ધ્યાન નથી આપવાની અનેક રાવો ઉઠવા પામીછે અને પાલિકા પ્રમુખ ઉપર લોકો રોસ ઠાલવી રહ્યાછે અને લોકોએવું કહી રહ્યાછેકે મહિલા પ્રમુખ ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યાછે તેમજ બગસરાના લોકો પ્રવાસે બહાર જાયછે તેમજ બહારથી લોકો બસ દ્વારા બગસરા આવી રહ્યાછે ત્યારે પ્રવાસીઓ દ્વારા એસ.ટી.બસના ડ્રાયવર તેમજ કંડકટર ને ધન્યવાદ આપી રહ્યાછે કે આવા અતિ બિસમાર રસ્તા ઉપરથી બસ ચલાવીને પ્રવાસીઓને હેમખેમ તેમના સ્ટેન્ડ સુધી પહોંચાડી આપેછે તો સુ બગસરા નગર પાલિકાના મહિલા પ્રમુખ ગાંધારીની ભૂમિકામાંથી બહાર આવીને આ ધૂળિયા માર્ગનું રીપેરીંગ કામ હાથ ધરશેકે કે કેમ તેવો ચર્ચાનો વિષય બની ગઓછે તેમજ બુદ્ધિ જીવીઓ દ્વારા એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છેકે જો આ ધૂળિયા માર્ગનું રીપેરીંગ કામ થોડા દિવસો હાથ ધરવામાં ના આવેતો બગસરા પેસેન્જર એસોસિએશનને ગાંધી ચીંધ્યા માર્ગે જઈને આ કામ કરવું જોઇએ તેમ જોરદાર ચર્ચા થઈ રહીછે.