બગસરાએ અર્ધી રાતનો હોંકારો ગુમાવ્યો:વેપારીઆગેવાન શ્રી ધનસુખભાઇ ધોરડાનું નિધન

બગસરામાં ગમે તેને જરૂર પડી હોય અર્ધી રાત્રે ઉભા રહેતા ધનસુખભાઇના નિધનથી બગસરા શહેરમાં ઘેરા શોકની લાગણી

બગસરા,બગસરાના વેપારી આગેવાન અને તમામ લોકો માટે અર્ધી રાત્રે પણ દોડી અને જતા પરોપકારી પરજીયા સોની સમાજના મોભી એવા શ્રી ધનસુખભાઇ ધોરડાનું આજે વહેલી સવારે રાજકોટ ખાતે સારવાર દરમિયાન નિધનથતા બગસરામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.આઠ દિવસ પહેલા શ્રી ધનસુખભાઇની તબીયત લથડતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ઓરેંજ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ દિવસથી તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા સતત મોત સામે લડી રહેલા શ્રી ધનસુખભાઇનું આજે વહેલી સવારે નિધન થયુ હતુ બગસરામાં દરેક સમાજ માટે જમણા હાથે આપે તો ડાબા હાથને ખબર ન પડે તેવા પરોપકારી સ્વભાવના મીલનસાર અને હસમુખા આગેવાન ધનસુખભાઇની ન પુરી શકાય તેવી ખોટ બગસરાને અને પરજીયા સોની સમાજને પડી છે.