બગસરાનાં પૂર્વ ધારાસભ્ય સ્વ.વજુભાઇ ધાણકના તૈલ ચિત્રનું અનાવરણ

  • ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા પારકી છઠ્ઠીનાં જાગતલ અને પરજીયા સોની સમાજનાં ગૌરવ
  • મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન શ્રી ધનસુખ ભંડેરી, જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજા ડો.ભતભાઇ કાનાબાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

બગસરા,
બગસરા માં આજરોજ સથવારા સમાજની વાડીમાં બગસરાના ભામાસા અને પૂર્વ ધારાસભ્ય. સ્વ.શ્રીવજુભાઇ ધાણકનું ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા તેલીચિત્રનુ અનાવરણ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મ્યુ.ફાઈનાસર બોર્ડ ગુજરાતના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતમા બગસરા હોસ્પિટલ રોડ ઉપર આવેલ સથવારા સમાજ જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધાણક પરિવારના શ્રી સંજયભાઈ ધાણક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમા ધનસુખભાઇ ભંડેરી પ્રતાપસિંહ જાડેજા અમરેલીના ડો. કાનાબાર બગસરા ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડીયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા જિલ્લા મંત્રી રાજુભાઇ ગીડા બગસરા શહેર પ્રમુખ એ.વી. રિબડીયા બગસરા નાગરિક શરાફી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા શહેર ભાજપમંત્રી ભાવેશ મસરાણી મુકેશ ગોંડલીયા માર્કેટિંગયાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા નગર પાલિકા બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ બગસરા નગર પાલિકા ઉપપ્રમુખ નિતેશ ડોડીઆ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા પૂર્વ પ્રમુખ ધીરુભાઈ માયાણી સહિતના ભાજપ કાર્યકર્તાઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.