બગસરા, બગસરા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ડીવાયએસપી દ્વારા શાંતિ સમિતિ ની મીટીંગ મા વન વે નો અમલ કરવા ખાતરી આપી હતી હજુ સુધી અમલવારી થઈ નથી બગસરામાં ઘણા સમય પહેલા કલેક્ટર શ્રી ડી એ સત્યો વનવે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ જેને અનુસંધાને હજુ સુધી અમલવરી થયેલ નથી એસ.ટી આડેધડ ટ્રક તથા ભારે વાહન મન ફાવે તેમ ગામમાં આડેધડ ચલાવે છે કોઈ પૂછવા વાળું નથી ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી દર્દીને કોઈ કારમાં લઈ જતું હોય ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બગસરા પોલીસ સ્ટેશન માં થોડા સમય પહેલા ડીવાયએસપી ભંડેરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને તથા પીઆઇ ડીવી પ્રસાદ ની હાજરીમાં તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિ ની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં બગસરા ગામના આગેવાનો સંસ્થાઓ તથા રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અનેક મુદ્દા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં વન વેની પણ વાતનો ઉલ્લેખ રશ્મિનભાઈ ડોડીયા તથા અનકભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યો હતો પણ આ વાતની અનેકવાર રજૂઆત કરવામાં આવે છે પણ જાણે વનવેના જાહેરનામાને શેનું ગ્રહણ લાગ્યું છે કે અમલવારી થતી નથી કે વાત ખાલી મિટિંગ પૂરતી જ સીમિત છે