બગસરાનાં હામાપુરમાં 15 દિવસમાં 32 મોત

  • છેલ્લા પંદર દિવસમાં 32 મરણ થતાં ગામ આખામાં ભયનો માહોલ : તાવ, શરદી, ઉધરસનાં વાયરાએ અનેકનાં ભોગ લીધા

બગસરા,
બગસરા તાલુકા માં આવેલ હામાપુર માં યમરાજ નો કાળોકેર વર્તાવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જોઈએ તો ચાઈના ના વૂહાન શહેર માફક બગસરા તાલુકા ના હામાપુર ગામે યમરાજે જાણે છેલ્લા પંદર દિવસ માં 32વ્યક્તિઓ એ કોરોના તેમજ તાવ શરદી ઉફરસ ના વાયરાએ જાણે કે મનુષ્ય જીવન ની કોઈ અહેમીયત નો હોઈ તેવી રીતે માનવીઓ ના મરણ થઈ રહ્યા છે બગસરા ના હામાપુર ના અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ માયાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે 3000જેટલી વસ્તી ધરાવતા હામાપુર માં 500થી વધુ લોકો બીમારી માં સપડાયા છે અને પંદર દિવસ માં 32લોકોએ જીવ ગુમાવ્યા છે