બગસરાના ડેરીપીપરીયામા પરીણીતાનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામે રહેતી જીજ્ઞાશાબેન ચંદુભાઈ ચાવડા ઉ.વ. 25 ને સવારના તેના પતિ તથા સાસુ સસરા માટે નાસ્તો બનાવેલ ન હોય જેથી પતિએ ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે રહેણાંક મકાનમા એકલી હોય ત્યારે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતા મૃત્યું પામ્યાનું પતિ ચંદુભાઈ ચાવડાએ બગસરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.