બગસરાના પીઠડીયામાં ગેરકાયદેસર ચુનાના પાઉચ બનાવતા કોપી રાઇટનો ગુન્હો નોંધાયો

  • યુવાને પોતાના ઘરે રાખેલ ચુનાના પાઉચ, રોલ મશીન સહિત રૂા. 71 હજારનો મુદામાલ કબ્જે

અમરેલી,
બગસરા તાલુકાના પીઠડીયા ગામે રહેતા ચેતન ચતુર ડાબસરા ઉ.વ. 28 એ પોતાના રહેણાક મકાનમાં સિંધ્ાુ લાઇમ ખાવાના ચુનાના પાઉચ, પાર્સલ ચુનાના રોલ, પાઉચ પેકીંગ, મશીનરી મળી કુલ રૂા. 71,320/- નો મુદામાલ કોઇ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બનાવી કોપીરાઇટ એકટ મુજબ બગસરા પોલીસ મથકમાં અમદાવાદના હિરેનભાઇ પટેલે ફરિયાદ નોંધાવતા મુદામાલ કબ્જે કરેલ છે.