બગસરા, બગસરા તાલુકામાં મોટા મુંજયાસરમા પણ વેકસીન આપ્યા બાદ તાવ શરદી ઉધરસ ના કેસોમાં વધારો જોવા મળેલછે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે હજુ થોડા દિવસ પહેલા મોટામુંજયાસરમાં વેકસીન આપવા આવેલ જેના કારણે તાવ શરદી ઉધરસના કેસો જોવા મળ્યા છે જેમના કોવિડ19 ના રિપોર્ટ કરતા નેગેટિવ આવ્યા હોવાનું જણાવ્યું છે જયારે આ બાબતે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગ્રામજનો આ રિપોર્ટ કરાવતા નથી અને વેકસીન પણ મુકાવતા નથી જેને કારણે હાલ માં મુંજયાસર તા.30/04 સુધી પંચાયત દ્વારા લોકડાઉન કરવા માં આવ્યું છે અને વધુ માહિતી આપતા આજ રોજ એક વ્યક્તિ કોરોનામાં મૃત્યુ પામેલ છે તેમજ ઘણા કોરોનામાં અસરગ્રસ્ત હોવા નું જણાવ્યું હતું