બગસરા,
મોટા મુંજ્યાસર માં કાળા ઉનાળા માં મેલરિયા ડેન્ગ્યુ સહિત ના તાવ ના કેસ દેખાયા જ્યારે એક 35વર્ષ ની મહિલા મેનાબેન કાનજીભાઈ રાઠોડ નું રાજકોટ સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ જેના રિપોર્ટ મુજબ જેરી મેલેરિયા જણાયું હતું આ બાબત પર સરપંચ જયસુખભાઇ ખેતાણી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે વર્ષ પૂર્વે નખાયેલ ગટર નું કોઈ લેવલીંગ નથી અને તેમાંથી નીકળતું ગંદુ પાણી નો કોઈ નિકાલ થતો નથી જેના કારણે મછરો નો ઉપદ્રવ થાય છે.
આ બાબતે અમોએ બગસરા તાલુકા અધિકારી ને લેખિત માં જાણ કરેલ અને 50000 થી ખર્ચ હોઈ જેની મંજુરી માંગતા બગસરા ટી.ડી. ઓ. કોઈ કાર્યવાહી ન કરતા અમરેલી વિકાસ અધિકારી ને અરજી કરેલ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવા માં આવેલ નથી જેમાં બે દિવસ પૂર્વે જ મેલરીયા ના કારણે એક મહિલા નો ભોગ લેવાયો તો આનું જવાબદાર કોણ તેવો વેધક પ્રશ્ન સરપંચ દ્વારા કરવા માં આવેલ