બગસરાના લૂંઘીયા ગામે સિંહે ગાયનું મારણ કર્યુ

બગસર,
બગસરા તાલુકામાં છેલ્લા એક વર્ષ થયાં સિંહ તથા દીપડાઓની રંજાડ દિનપ્રતિદિન વધતી જોવા મળી રહી છે આ વિસ્તારમાં દીપડાઓ તથા સિંહો અવારનવાર પશુઓ ઉપર તેમજ માણસો ઉપર દ હુમલા થતા જોવા મળી રહ્યા છે તેમજ સિંહો દ્વારા આ વિસ્તારમાં કેટલાય પશુઓના પણ મરણ કરેલ છે ત્યારે વધુ એક ગાયનું મારણ લુંઘીયા ગામે ગોવિંદભાઈ જાદવ ભાઈ ભરવાડ ની ગાયનું મારણ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોને ખેતી ની ભરપૂર સીઝન ચાલે છે ત્યારે ખેડૂત સીમમાંજોવા મળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ફરી દીપડા તેમજ સિંહનો પણ અવરજવર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો જંગલ ખાતા દ્વારા સિહોર તથા દીપડાઓને આ વિસ્તારમાંથી ઉઠાવી અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ બગસરા તાલુકાના ગામડાઓમાંથી ઉઠવા પામી છે.